________________
પ્રકરણ ૩] નરસુંદરી-લગ્ન.
૭૨૭ સિદ્ધાર્થપુરે નરસુંદરી. રિપુદારૂણની પરીક્ષા
તે માટે મંડપાદિ રચના, પછી નરકેસરિ રાજા પિતાના તમામ લશ્કરને તેમજ પિતાની દીકરી નરસુંદરીને પણ સાથે લઇને સિદ્ધાર્થપુરે આવ્યા. નરવાહન રાજાને તેના આવી પહોંચવાના સમાચાર અગાઉથી પહોંચાડવામાં આવ્યા. તેના આગમન સમાચાર સાંભળીને નરવાહન રાજાને પોતાના મનમાં ઘણે આનંદ થયો. નરકેસરિ રાજાને ગ્ય સત્કાર આપવા માટે આખા નગરમાં ધજાપતાકાઓ બંધાવવામાં આવી અને બહુ હર્ષપૂર્વક મોટા સામૈયાની ધામધુમ સાથે નરકેસરિ રાજાને સિદ્ધાર્થપુર નગરમાં પ્રવેશ કરાવ્યો અને બહુ સુંદર ઉતારે તેને આપવામાં આવ્યો.
નરસુંદરી સાથે રાજકુમાર રિપુદારૂણની કળા કૌશલ્યની બાબતમાં પરીક્ષા થડા વખતમાં જાહેર રીતે થશે એવી હકીકત માં પણ બહુ વિસ્તારથી ફેલાવવામાં આવી. એક સારે દિવસ જોઈને તે દિવસ માટે સ્વયંવરમંડપ તૈયાર કરવામાં આવ્યું. ત્યાં લોકોને બેસવા માટે માડાઓની રચના કરવામાં આવી. રાજ્યનો સર્વ અધિકારી વર્ગ, ભાયાતવર્ગ અને પ્રજાજનને મેટ સમૂહ સ્વયંવરમંડપમાં તે દિવસે એક થ. મારા પિતા નરવાહન રાજા પિતાના આખા પરિવાર સાથે ત્યાં આવીને બેઠા. ત્યાર પછી ત્યાં મને (રિપુદારૂણ કુમાર ) અને કળાચાર્યને લાવવામાં આવ્યા. ત્રણે મિત્રો (પુણોદય શૈલરાજ અને મૃષાવાદ)ની સાથે હું પિતાશ્રી પાસે બેઠે અને કળાચાર્ય મારા સહાભ્યાસી રાજકુમાર સાથે ત્યાં આવીને બેઠા.
હવે કમનશીબે એવું બન્યું કે મારે મિત્ર પુદય મારી ખરાબ ચેષ્ટાઓ જોઈને મનમાં બહુ ખેદ પામીને શરીરે ઘણે સુકાઈ ગયું હતું, પાતળે પડી ગયું હતું, તેની ર્તિ બહુ ઓછી થઈ ગઈ હતી અને તે મંદ પ્રતાપવાળો થઈ ગયો હતે.
રિપદારૂણની પરીક્ષા અને ફજેતે. હું સ્વયંવર મંડપમાં આવીને મારા પિતાજીની નજીક બેઠે. મારા
કળાચાર્ય પણ તેમની પાસે બેઠા. મારા પિતા નરસર્વનું મંડપ- વાહન રાજા જેઓ સ્વાભાવિક રીતે જ વિનયથી માં આગમન. અત્યંત નમ્ર હતા તેમણે અમારા કળાચાર્યને સિદ્ધાર્થ
પુરમાં નરકેસરિ રાજાને આવવાનું કારણ કહી સંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org