________________
URE
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
પ્રતિજ્ઞા.
નરસુંદરીની માતા પિતાની ચિંતા. મારી ખ્યાતિથી ફસામણ,
એ નરસુંદરીએ મનમાં એવા નિશ્ચય કર્યો હતા કે કળાકૌશલ્યમાં પાતા કરતાં વધારે પ્રવીણ હોય તેવા કોઇ પ્રધાન પુરૂષ મળે તે જ તેની સાથે પરણવું, બીજા કોઇની સાથે પરણવું નહિ. આ પેતાના નિશ્ચય તેણે પેાતાના પિતા નરકેસરિ રાજાને અને વસુંધરા માતાને જણાવી દીધા હતા.
[ પ્રસ્તાવ ૪
માતપિતાના મનમાં ઘણા વિચાર થતા હતા કે આ પુત્રીની સાથે વિદ્યાકળામાં સરખા ઉતરે તેવા પણ કોઇ પુરૂષ મળવા મુશ્કેલ છે તેા પછી તેનાથી વધારે પ્રવીણ પુરૂષ તેા કેવી રીતે પ્રાપ્ત કરવા? આવા ખ્યાલથી તેઓના મનમાં આકુળતા થયા કરતી હતી.
હું ( રિપુદારૂણ ) વિદ્યાકળામાં ઘણા કુશળ થયા છું એવી મારી ( ખાટી ) વિખ્યાતિ તેમના સાંભળવામાં આવી. નરકેસરિ રાજાએ પેાતાના મનમાં વિચાર કર્યો કે પેાતાની દીકરીની ઇચ્છા પેાતાથી અધિક કુશળ માણસને પરણવાની છે અને એ રિપુદારૂ કુમાર કદાચ તેનાથી વધારે કુશળ હશે ખરા! વળી નરવાહન રાજાના કુટુંબ સાથે વિવાહ સંબંધ જોડવા એ પણ બધી રીતે યેાગ્ય છે, કારણ કે તેનું કુળ ઘણું ઊંચું છે અને તે રાજા પણ જાતે ઉદાર મનના છે અને મહાનાગદેવને જેમ માથા ઉપર એકજ અમૂલ્ય મણિ' હોય તેવી રીતે છેકરા વગરના મારે એકની એક પુત્રી ( નરસુંદરી) છે તે તેને ચેાગ્ય સ્થાને જોડવી તે મારૂં કામ છે. પછી દીકરી ઉપર અત્યંત પ્રેમ હાવાને લીધે તેણે ( નરકેસરિ રાજાએ ) ત્યાર પછી વિચાર કર્યો કે
આ મારી એકની એક દીકરીને સાથે લઇ હું નરવાહન રાજાના સિદ્ધાચેપુર નગરે જઉં અને ત્યાં રિપુદારૂણની જાતે પરીક્ષા કરી તેની સાથે નરસુંદરીને પરણાવું, જેથી મારા જીવને નિરાંત થાય.
Jain Education International
૧ અહીં મૂળમાં રભસૂચિ શબ્દ છે. નાગને માથે એક જ મણિ હેાય છે. તે જો ગાળ હેાય તે તેને ' મણિ' કહેવામાં આવે છે અને લાખા સાઇ જેવા હાય તા તેને ‘રત્નસૂચિ’ કહેવામાં આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org