________________
પ્રકરણ ૩]
નરસુંદરી-લગ્ન.
પરપ
અને જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં ત્યાં મારી ઉપરના પ્રેમને લાવ છુપાઇને તે મારી સાથે આવે છે, એક ક્ષણવાર પણ મને છૂટા મૂકતી 'નથી.” મેં આવી માયાની વાર્તા સાંભળીને મારા મિત્રને કહ્યું “અરે ભાઇ ! તારી બહેન સાથે મને કોઇ વાર મેળાપ તે જરૂર કરાવજે.” મૃષાવાદે તે વાત કબૂલ કરી.
**
ત્યાર પછી તેા વેરયાના ભુવનેામાં, જુગારખાનામાં અને એવા એવાં બીજાં દુષ્ટ વાંછાઓ પૂરી થાય તેવાં દુષ્ટ ચેષ્ટાઓવાળાં અધમ સ્થાનામાં અને નમ્રતાને દૂરથી નમસ્કાર થાય તેવાં હલકાં ઠેકાણાઆમાં મારી મરજી આવે તેમ હું ભટકવા લાગ્યા, છતાં મારા મૃષાવાદ મિત્રના જોરથી લોકોમાં હું એવી અસર ફેલાવતા રહ્યો કે જાણે અભ્યાસ કરવામાં જ હું મારો બધો વખત પસાર કરૂં છું અને જાણે મારામાં ગુણાના વધારા થાય તેવા માર્ગોપર જ ચાલુંછું; અને વળી મેં બીજી એવી પણ યુક્તિ કરી કે મારા પિતાજીને મ્હારૂં પણ દેખાડવું બંધ કરી દીધું. એવી રીતે મેં આર વરસ પસાર કર્યાં. દરમ્યાન ભોળા લોકોમાં એવી વાર્તા મેં ચલાવી દીધી કે રિપુદારૂણ કુમાર (હું પોતે ) સર્વ કળાઓમાં ઘણેા જ કુશળ થયા છે. મારી એવી વિખ્યાતિ મેં દેશપરદેશમાં પણ સારી રીતે ફેલાવી દીધી. અનુક્રમે હું જુવાનીના બરાબર મધ્યકાળમાં દાખલ થયા.
<
પ્રકરણ ૩ .
નરસુંદરી--લગ્ન.
શે
ખરપુર નામના નગરમાં નરકેસર નામે રાજા હતા. તેની વસુંધરા નામની રાણીના ઉદરથી નરસુંદરી નામની પુત્રી થઇ હતી. તેનામાં દુનિયાને આશ્ચર્યકિત કરે તેવું અદ્ભુત રૂપ હતું અને વિદ્યાકળામાં તે એટલી પ્રવીણ થઇ હતી કે તેની જોડીની સ્ત્રી ત્રણ ભુવનમાં મળવી મુશ્કેલ હતી. અનક્રમે નરસુંદરી યુવાવસ્થા પામી.
WANG PELES
Jain Education International
1
૧ માયા અને મૃષાવાદને આવે! ખાસ સંબંધ હાવાથી માયામૃષાવાદઃ નામનું સત્તરમું પાપ સ્થાન જૂનું ગણવામાં આવ્યું છે.
૫
For Private & Personal Use Only
www.jainelibrary.org