________________
७२४
ઉપમતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ ઘણું રાજી થયા અને ભંડારીને હુકમ કર્યો કે “મહામતિ કળાચાર્યના ઘરમાં ધનધાન્યસુવર્ણ સારી રીતે એટલું ભરી દો કે સર્વ પ્રકારના ઉપભોગની સામગ્રી ત્યાં મળવાથી કુમાર કઈ પણ પ્રકારની વ્યગ્રતા વગર અભ્યાસ આગળ વધારી શકે.”
રાજના ભંડારીઓએ રાજાના હુકમનો અમલ કર્યો તે વખતે મહામતિ કળાચાર્યના મનમાં એમ થયું કે-રાજાને જે કુમારના ખરેખરા ચરિત્રની ખબર પડશે તો તેમને મનમાં નકામે સંતાપ થશે, માટે મારે તેમને કાંઈ કહેવું જ નહિ. આમ વિચારીને તેમણે કુમાર રસંબંધી કાંઈ પણ હકીકત રાજાને કહી નહિ. પિતાએ છેવટે મને કહ્યું “પુત્ર! અત્યાર સુધીમાં આચાર્ય પાસેથી જે જે કળાએ તે પ્રાપ્ત કરી છે તેને તું બરાબર પાકી કર અને ઉપાધ્યાયને જ ઘરે રહીને બીજી અપૂવે કળાએ બરાબર શીખ. વળી અભ્યાસમાં ચોક્કસ ધ્યાન રહે તેટલા માટે તારે અહીં મને મળવાને પણ આવવું નહિ.” મેં પિતાશ્રીની એ વાત સ્વીકારી.
રખડ્યો અને મૃષાવાદી થ. માયાને મેળાપ કરવા નિર્ણય કર્યો.
અનેક દુગુણેમાં વધતો ચાલે, ત્યાર પછી હું મારા પિતાશ્રી પાસેથી બહાર નીકળી ગયો અને તુરત જ મારા મિત્ર મૃષાવાદને કહ્યું “મિત્ર! અરે તું તે ભારે જબરે! તારામાં કેના ઉપદેશથી આટલી હુંશિયારી આવી ગઈ કે જેના પ્રતાપથી તારે લીધે મ પિતાશ્રીને આટલે બધે (ખ) આનંદ ઉપજાવ્ય, કળાચાર્યની સાથે મારે માટે કજીઓ થયો તે સર્વે વાત છુપાવી દીધી અને પિતાશ્રીની પાસેથી તદ્દન છટકી ગયો! તારામાં તે ભારે કુશળતા જણાય છે!”
મૃષાવાદે જવાબમાં કહ્યું “કુમાર! મિત્ર! સાંભળ. રાજસચિત્ત નગરમાં રાગકેસરી નામનો એક રાજા છે. તેને મૂઢતા નામની સ્ત્રીપટ્ટરાણું છે. તેને એક માયા નામની પુત્રી છે. એ માયાને મારી મોટી બહેન તરીકે મેં સ્વીકારી છે અને એ માયાને પોતાના પ્રાણથી પણ વધારે મારા ઉપર એહ છે. એ મારી બહેનના ઉપદેશથી મારામાં આ સર્વ કુશળતા આવી છે. તેને જોકે મેં તો મારી મોટી બહેન તરીકે સ્વીકારી છે પણ જાણે તે મારી માતા જ હોય નહિ તેમ સમ
૧ મૃષાવાદ સાથે માયા અંતરમાં જરૂર રહે છે. એલી માયાનું સ્વરૂપ પાંચમા પ્રસ્તાવમાં આવશે. તેનું સગપણ બરાબર ધ્યાનમાં રાખવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org