________________
પ્રકરણ ૨]
મૃષાવાદ.
૭૨૩
પ્રવીણતા છે અને તે એટલી બધી છે કે આ ત્રણ લેાકમાં મારા જેવા અથવા જેટલા બીજો કોઇ હુંશિયાર હોય એમ મને જણાતું
નથી.”
પેાતાના પુત્ર ઉપર (મારા ઉપર) ઘણા સ્નેહ હાવાથી પિતાજીએ જ્યારે ઉપર પ્રમાણે હકીકત સાંભળી ત્યારે તેમને ઘણા જ આનંદ થયો અને મારૂં માથું સંઘીને મને કહેવા લાગ્યા “ પુત્ર ! અહુ સારૂં કર્યું ! તેં ભણવા ગણવા માટે ઘણા સારા પ્રયત્ન કર્યો પણ મારે તને હજી એક વાત કહેવાની છે તે સાંભળઃ- -
k
વ્યવહારૂ
સૂચનાઓ.
विद्यायां ध्यानयोगे च स्वभ्यस्तेऽपि हितैषिणाः सन्तोपो नैव कर्तव्यः, स्थैर्ये हितकरं तयोः ।
જે પ્રાણી પેાતાનું સારૂં કરવા ઇચ્છતા હેાય તેમણે વિદ્યા પ્રાપ્ત કરવામાં અને ધ્યાનયોગની સિદ્ધિ કરવામાં ગમે તેટલે પ્રયત્ન કર્યો હાય તા પણ તેમાં સંતેપ વાળી દેવેા નહિ, કારણ કે એમાં અભ્યાસ વધારી જેટલી વધારે સ્થિરતા પ્રાપ્ત કરવામાં આવે તેટલી હિત કરનારી થાય છે. આ પ્રમાણે હોવાથી જેટલી કળા તં અત્યાર સુધીમાં પ્રાપ્ત કરી છે તેને સ્થિર કરવામાં તથા હન્તુ કરવી ખાકી રહી છે તેને પ્રાપ્ત કરવામાં તારા આ બાલકાળ (કુમાર અવસ્થા ) પસાર કરીને તું મારા સર્વ મનોરથા પૂરા કર.” પિતાશ્રીની એ હકીકત મેં કબૂલ કરી એટલે તેઓ મારી ઉપર
૧ વડીલ તરફથી જેહ સાથે અભિનંદન આપવાની આ પ્રાચીન પદ્ધતિ અંગાળામાં અત્યારે પણ વિદ્યમાન છે.
૨ હુંસરલ મુનિએ ગુજરાતી સંક્ષેપ અવતરણમાં આ પ્રસંગે એક લક્ષ્યમાં રાખવા લાયક શ્લોક મૂકયે છે:
Jain Education International
शास्त्रं सुनिश्चितधिया परिचिन्तनीय माराधितोऽपि नृपतिः परिशंकनीयः । अङ्कस्थितापि युवतिः परिरक्षणीया, शास्त्रे नृपे च युवतौ च कुतः स्थिरत्वम् ॥
“ સમજુ માણસે શાસ્ત્ર સંબંધમાં વારંવાર ચિંતવના કર્યાં કરવી, વશ થયેલ રાજા હેાય તેપણ તેનાથી નિરંતર ચેતતા રહેવું, ખેાળામાં બેઠેલી સ્ત્રીની બાબતમાં પણ સંભાળ રાખવી; કારણ કે શાસ્ત્ર, રાજા અને યુવાન સ્ત્રીમાં સ્થિરતા ક્યાંથી હાઇ શકે?”
For Private & Personal Use Only
www.jainelibrary.org