________________
૭૨૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ ન હોય તે પણ તેનામાં છે એ બા આરેપ કરે છે, તેને પસંદ ન પડે તેવું કામ કરનાર અન્ય માણસ ઉપર ગુસ્સો કરે છે, તેને પસંદ ન આવે તેવું કામ અન્ય માણસ શામાટે કરતો હશે તેનું કારણ વિચારવાની તસ્દી લેતા નથી, અમુક સ્થાને રહેલને અમુક માન મળવું કે ન મળવું જોઈએ તેનો તફાવત થાનપર લઈ શકતા નથી અને પોતાના માની લીધેલા મનુષ્યથી કઈ જરા પણ ઉલટ ચાલે તો તેને સામા મોટી મુશ્કેલીમાં મૂકી દે છે. આ પ્રમાણે હેવાથી તમારે હવે આ બાબતમાં ચૂપ રહેવું. કદાચ નરવાહન રાજા અહીંથી રિપુદારૂણને કાઢી મૂકવાના સંબંધમાં સવાલ કરશે તે હું તેને યોગ્ય જવાબ આપીશ." ઉપાધ્યાય મહામતિનાં આ સર્વ વચને સર્વ કુમારે એ સ્વીકાર કર્યો.
પિતા પાસે બટું વર્ણન. અભ્યાસમાં અસંતોષની જરૂર
કળાચાર્યનું શરમરખાપણું, મારી અને મહામતિઆચાર્યની વચ્ચે ઉપર પ્રમાણે ટપાટપી થયા પછી તેમના સ્થાનથી નીકળીને હું મારા પિતાજી પાસે ગયો. મારા પિતાશ્રીએ “તારે અભ્યાસ કેવો ચાલે છે?' એવો સ્વાભાવિક પ્રશ્ન કર્યો. તે વખતે શૈલરાજને મારા હદયપર લેપ લગાડેલ હેવાથી અને મૃષાવાદને મને મેટ ટેકે હોવાથી મેં મારા પિતાજીને કહ્યું “પિતાજી!
સાંભળઃ હું તે જાણ શરૂઆતથી જ સર્વ કળા પ્રવીણતાના વિજ્ઞાન જાણતા હતા. આપ હાલ જે પ્રયત્ન કરતા ખોટા દા. હતા તે તો માત્ર હું જાણતો હતો તેથી પણ વધારે
કળા જાણું એવી ઈચ્છાથી કરતા હતા. પણ હકીકત એમ છે કે દસ્તાવેજ લખવાની કળામાં, ચિ પાડવાની કળામાં, શસ્ત્રકળામાં, મનુષ્યાદિનાં લક્ષણ જાણવાની કળામાં, ગાવાની કળામાં, હાથીને શિક્ષા આપવાની કળામાં, પાંદડાની કેરણીની કળામાં, વૈદકની કળામાં, વ્યાકરણમાં, તર્કમાં, ગણિતની સર્વ બાબતોમાં, ધાતુવાદમાં, કૌતુકમાં, અષ્ટાંગ નિમિત્તમાં અને લોકોમાં બીજી જે જે કળાઓ સારી રીતે પ્રસિદ્ધ થયેલી છે તે સર્વમાં, પિતાજી! મારી ઘણી જ
૧ Status.
૨ Minerology, અમુક જગ્યાએ અમુક પ્રમાણમાં અમુક ધાતુ નીકળશે વિગેરે ભુસ્તર વિહા તેમ જ metalorgy ને આ ધાતુવાદમાં સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org