________________
પ્રકરણ ૨] મૃષાવાદ,
૭૨૧ આ પ્રમાણે હોવાથી રિપુદારૂણમાં સત્યનો અંશ પણ ન હોવાને લીધે જે સજજન પુરૂષોનું વિશુદ્ધ વર્તન સ્પષ્ટ રીતે જણાઈ ગયેલું છે તેમની વચ્ચે વસવાને માટે તે કોઈ પણ રીતે યોગ્ય નથી. અથવા તે એક રીતે જોતાં એમાં એ બાપડાનો કાંઈ દોષ નથી. એ તો પેલા એના અધમ મિત્ર શૈલરાજની પ્રેરણાથી આવા અવિનયનાં કાર્યો કરે છે અને વળી એના બીજા મિત્ર મૃષાવાદની પ્રેરણાથી રસાચું ખોટું બોલ્યા કરે છે. માટે હવે કઈ પણ રીતે એ બન્ને ખરાબ મિત્રોની સેબત એ છેડી દે એવી તેને શિખામણ આપું. ઉપરના વિચારને પરિણામે મારા ઉપર પ્રેમ બતાવી શિખામણ
આપવા સારૂ કળાચા મને પિતાના ખોળામાં બેસમા, સાઢ્યો અને પ્રેમપૂર્વક કહેવા લાગ્યા કે “કુમાર ! મારી ન સમજે. શાળામાં મારે આવાઓનું (શૈલરાજ-મૃષાવાદનું)
કામ નથી. માટે તારે કાંતો ગમે તેમ કરીને એ બન્ને પાપી મિત્રોને તજી દેવા અને નહિ તે કુમારે આ સ્થાનકે ફરીવાર આવવું નહિ.” ગુરૂના આવાં વચન સાંભળતાં મારે મીજાજ ગયે અને હું બોલ્યો “તું તારા બાપને તારું સ્થાનક આપજે, મારે તેની શી પરવા છે? અમે તે તારા સ્થાનક વગર અને તારા વગર પણ ચલાવી લેશું. પણ તું જોઈ લેજે, ભામટા !” આવી રીતે કળાચાર્યનું અપમાન કરી તેમની સામે ડેકી ઊંચી કરી આકાશ સામી ઊંચી નજર રાખી અને છાતી પહેળી કરીને અને બહાર કાઢીને ધબ ધબ પગ પછાડતો અને મારા હૃદય પર શૈલરાજનો સ્તબ્ધચિત્ત લેપ લગાડતો લગાડતા ઉપાધ્યાયના અભ્યાસગૃહથી બહાર નીકળ્યો. ઉપાધ્યાયે મારી સાથે અભ્યાસ કરનારા બીજા રાજપુત્રોને કહ્યું “અરે જુઓ ! પેલે દુરાત્મા રિષદારૂણ હાલ તો અહીંથી વિદાય થઈ ગયો છે. એના સંબંધમાં મને એકજ વાત જરા ખટકે છે અને તે એ છે કે આપણા પ્રતાપી નરવાહન રાજાને પોતાના પુત્ર ઉપર ઘણા એહ છે અને નિયમ એવો છે કે જેઓ સેહથી અંધ થયેલા હોય છે તેઓ પોતાને જેના પર એહ હોય છે તેનામાં રહેલા દોષોને જોઇ શકતા નથી, તેનામાં જે ગુણો
૧ ખેાળામાં બેસાડવાથી વાત્સલ્ય બતાવાય છે.
૨ તારા જેવાનું એવો પણ એમાં ભાવ છે. શેલરાજ અને મૃષાવાદની દોસ્તી કરે એવા વિદ્યાર્થીનું મારે કામ નથી એ આચાર્યના કહેવાનો આશય છે.
૩ અહીં બં. ર. એ. સાયટિવાળા મૂળ પુસ્તકનું પૃ. ૪૫ શરૂ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org