________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ ઉપાય થઈ શકે તેમ નથી. અસત્ય બોલવાની અહીં તે હવે હદ થઈ ગઈ !! પછી મારી સાથે અભ્યાસ કરનારા બીજા રાજપુત્રોએ કળાચાર્યને એકાંતમાં લઈ જઈને કહ્યું “સાહેબ! આ પાપી અભિમાની અસત્યવાદી રિપુદારૂણ એટલે બધે ખરાબ છે કે એનું મોઢું જોવું પણ યોગ્ય નથી. ત્યારે સાહેબ એવા ખરાબ છોકરાને અમારી સાથે શા માટે રાખે છે?” કળાચાર્યે વિચાર કર્યો કે “આ બાપડા ભલા રાજપુત્રો કહે છે તે વાત તે ખરેખરી છે. રિપુદારૂણ એટલે બધે ખરાબ છે કે હવે તે સજજન પુરૂષની સોબતને પણ લાયક રહ્યો નથી. દુનિયામાં જુદા જુદા પ્રકારના દુર્ગુણને વશ પડી ગયેલા
પ્રાણુઓને ઠેકાણે લાવવાના જુદા જુદા રસ્તા સત્ય પ્રશંસા. હોય છે. લેભીઆને ધન આપવાથી ઠેકાણે લવાય
છે, કોંધી માણસ પાસે મીઠા વચન બોલવાથી તે ઠેકાણે આવે છે, માયાવી કપટી માણસ તરફ સ્પષ્ટ અવિશ્વાસ બતાવવાથી તે ઠેકાણે આવી પોતાની ભૂલ સમજી જાય છે, અભિમાની માણસને વિનય કરવાથી–તેની તરફ જરા નમ્રતા બતાવવાથી તે ઠેકાણે આવી જાય છે, ચારની સામે રક્ષણ કરવાના પાકા ઉપાય લેવાથી તે ઠેકાણે આવી જાય છે, પરસ્ત્રી સાથે ભ્રમણ કરનારને સારી બુદ્ધિ આપવાથી તે ઠેકાણે આવી જાય છે આવી રીતે દુર્ગુણને માર્ગે ઉતરી ગયેલાને ઠેકાણે લાવવાના જુદા જુદા માર્ગો હોય છે; જો કે આવા અન્ય દેશે સેવનારને માર્ગ પર લઈ આવવાના એવા જુદા જુદા ઉપાયો વિદ્વાનોએ
ધી કાઢયા છે, પરંતુ જે ખોટું બોલનાર-અસત્ય ભાષણ કરનાર હોય છે તેને ઠેકાણે લાવવાને એકપણ ઉપાય ત્રણ ભુવનમાં મળી શકતો નથી અને તેથી તેવા(ખોટું બોલનાર) ને તો જયમથી કસેલો જ કહેવામાં આવે છે, કારણ કે આ દુનિયામાં સારા અથવા ખરાબ જે કઈ વ્યવહાર પડેલા છે તે સર્વનો આધાર સત્ય ઉપર રહેલો છે અને જેનામાં તે (સત્ય) નથી તે આ લોથી તદ્દન વિલક્ષણ માણસ છે એમ સમજવું, આથી વ્યવહારકુશળ માણસેને હમેશાં સત્ય ઘણું જ પ્રિય હોય છે અને જે અધમ પ્રાણી સત્ય વગરનો હોય છે તેને તેઓ પોતાથી હમેશાં દૂર જ રાખે છે
૧ યમથી હસેલો એટલે જેને બચવાને કાંઇ ઉપાય નથી તેવો, તજી દેવાચલે. કાંઠે આવેલા અસાય કોટિના પ્રાણીને માટે આ શબ્દ વપરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org