________________
પરિશિષ્ટ ૩.
૧૩૯૯ હવે ક્ષેત્રઃ ક્ષેત્રથી સદરહુ ઘટ ત્રિલોકવતત્વ રૂપે વિવક્ષિત છે, કહીંથી પણ વ્યાવૃત્ત નથી, માટે એ સ્વપર્યાય જ છે, પરપર્યાય નથી. ત્રિલોકવતી પણ તિર્થંકવર્તાવ રૂપે છે, ઉર્વઅધેલોવર્તિત્વ રૂપે નથી. તિર્યકતિ છતાં જંબુદ્વીપવર્તીત્વ રૂપે છે, તેનાથી બીજા રહેલા દ્વીપમાં વર્તિત્વ રૂપે નથી. તેવો પણ ભારતવર્તિત્વ રૂપે છે, અન્યત્ર વર્તિત્વરૂપે નથી. ઘરમાં પણ અમુક પ્રદેશવતત્વ રૂપે છે, અપરપ્રદેશવર્તિત્વ રૂપે નથી. એમ ક્ષેત્રતઃ સ્વપર્યાય થડા છે, પરપર્યાય અસંખ્ય છે.
હવે કાળઃ આ યુગરથ રૂપે વિવક્ષિત થાય ત્યારે તે રૂપે છે, તે ભૂતભવિષ્યાદિ યુગવર્તિત્વ રૂપે નથી. આ યુગમાં પણ આ વર્ષ સંબંધે તે છે, અતીત અનાગતાદિ સંબંધ નથી. આ વર્ષમાં પણ વસંતઋતુ સંબંધે છે, અન્ય ઋતુ સંબંધ નથી. તેમાં પણ નવત્વ રૂપે છે, પુરાણુત્વ રૂપે નથી. તેમાં પણ અઘતનત્વ રૂપે છે, અનદ્યતન રૂપે નથી. છતાં પણ વર્તમાન ક્ષણ રૂપે છે, અન્ય ક્ષણ રૂપે નથી. એમ કાલતઃ સ્વપર્યાય અસંખ્ય છે (અનંત પણ થાય) અને પરપર્યાય તે અનંત છે.
હવે ભાવઃ ભાવતઃ તે પીળા વર્ણ થકી છે, નીલાદિ વર્ણ થકી નથી. પીત છતાં પણ બીજાં પીત દ્રવ્ય કરતાં એકગણે પીત છે, તે તેના કરતાં બીજાથી બમણે પીત છે ને ત્રીજા કરતાં તેમણે પીત છે. અર્થાત એમ માનવું કે હરેક પતિ દ્રવ્યની અપેક્ષા થકી અનંતગુણ પીત છે. બીજી અપેક્ષાએ એક ગુણ હીન, તે કરતાં બીજાથી દ્વિગુણહીન ઈત્યાદિ છે તેથી એમ માનવું કે હરકોઇની અપેક્ષાથી અનંતગુણહીન પીતત્વવાળ તે થાય છે. આ પ્રમાણે પીતત્વ થકી અનંત સ્વપર્યાય થયા; અપીતવર્ણવાળા એવા દ્રવ્યના ન્યૂનાધિકત્વને લઈ, અનંત ભેજવાળા એવા નીલવિગેરે વર્ણ થકી વ્યાવૃત્તિ રૂ૫ ૫૨પર્યાય પણ અનંત છે. એ પ્રમાણે રર પક્ષે પણ સ્વમધુરાદિ રસની અપેક્ષાથી પીતત્વની પેઠે સ્વપર્યાય અનંત જાણવા. સુરભિ ગંધ રૂપે પણ એજ પ્રમાણે સ્વપર્યાય અનંત જાણવા. એ જ પ્રમાણે ગુરૂ, લઘુ મૃદુ, ખર, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, અક્ષ–એ આઠ સ્પર્શની અપેક્ષાથી અધિકન્યૂનત્વ ગવડે પ્રત્યેકના એમ જ અનંત સ્વપરપર્યાય જાણવા, કેમ કે એવા અનંત દેશવાળા સ્કંધમાં આઠે સ્પર્શની પ્રાપ્તિ થાય છે રપે સિદ્ધાંત છે. અથવા સુવર્ણ દ્રવ્યમાં પણ અનંત કાળથી પાંચે વર્ણ, બન્ને ગંધ, છએ રસ, આઠે સ્પર્શે તે સર્વ ન્યૂનાધિકત્વને લઈને અનંતશઃ સંભવે છે અને તેની તેની તેના તેના પરિવર્ણાદિથી વ્યાવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org