________________
૧૪૦૦
ઉપમિતિ ભવપ્રપંથા થા.
મને છે એ એ અપેક્ષાથી સ્વપરપર્યાય અનંત જાણવા. શબ્દતઃ પણ નાના દેશની અપેક્ષાએ ઘટને ઘટાદિ અનેક શબ્દવાચકત્વ છે તેથી અનેક સ્વધર્મ થાય છે અને ઘટાદિના વાચક નહિ એવા તે તે શબ્દથી વ્યાવૃત્તિ હાવાથી પરધર્મ પણ અનંત થાય છે, અથવા ઘટના જે જે સ્વપર ધર્મ કલા અથવા કહેવાશે તેના વાચક જે જે ધ્વનિ છે તે બધા ઘટના સ્વધર્મ છે અને તે વિના જે બીજી મમતના વાચક્ર ધ્વનિ છે તે પરધર્મ છે. સંખ્યાથી પણ તે તે અપરઅપર-દ્રવ્યાપ ક્ષાએ ઘટનું પ્રથમત્વ દ્વિતીયત્વ તૃતીયત્વ એમ અનંતતમત્વ સુધી થાય, એટલે તે રીતે સ્વધર્મ અનંત થયા, તે તે સંખ્યાના અવાચક એવાથી વ્યાવૃત્તિ રૂપે પરધર્મ અનંતા થયા. પરિણામ થકી પણ નાના પ્રકારના દ્રવ્યની અપેક્ષાએ તેનું અણુત્વ મહત્વ સ્વત્વ દીર્ઘત્વ એ આદિ અનંત સ્વધર્મ થાય. હવે એ ઘટને સ્વદ્રવ્યથી વ્યાવૃત્તિ હાવાને લીધે જે પરપર્યાય થાય તે જૂદા જાણવા જોઇએ. પરત્વે અપરત્વથી અન્યાન્ય અનંત દ્રવ્યની અપેક્ષાએ તે ઘટની સમીપતા, અધિક સમીપતા, અહુ સમીપતા, ક્રૂરતા, બહુ ક્રૂરતા, એક એ કે અસંખ્ય પર્યંત યાજન જેટલી સમીપતા દૂરતા થાય એટલે સ્વપર્યાય અનંત થાય; અથવા પરવસ્તુની અપેક્ષાએ તે પૂર્વે, તેનાથી બીજાની અપેક્ષાએ પશ્ચિમે, એમ દિશાવિદિશાના આશ્રય કરી ક્રૂર સમીપાદિ માનતાં સ્વપર્યાય અનંત થાય. આવી જ રીતે જ્ઞાનથી પણ ઘટનું અનંતધર્મત્વ સિદ્ધ થાય. કર્મથી જોઇએ તેા ઉત્સેપણુ, અવક્ષેપણ, આચન, પ્રસારણ, ભ્રમણુ, સ્પંદન, રેચન, પૂરણ, ચલન, કંપન, અન્યસ્થાનપ્રાપણુ, જલાહરણુ, જલાદિપ્રાપણ ઇત્યાદિ ક્રિયાના કાળ ભેદ થકી કે તેના અધિકન્યૂનત્વ થકી અનંત ક્રિયાના હેતુરૂપે ઘટના ક્રિયારૂપ સ્વપર્યાય અનંત થાય અને તે ક્રિયાના હેતુ નહિ એવા અન્ય થકી વ્યાવૃત્તિરૂપે ઘટના પરપર્યાય પણ અનંત થાય. સામાન્યતઃ જોતાં ઉપરની રીતે અતીતાદિ કાળને વિષે વિશ્વવસ્તુના જે જે અનંતાનંત સ્વપરપર્યાય થાય છે તેને વિષે રહેલા એક બે ત્રણ આદિ અનંત પર્યંત ધર્મ થકી સદેશ એવા અનંતભેદવાળા ઘડાના અનંત ભેદ સાદસ્યના અભાવ થકી સ્વધર્મ અનંત થાય છે; અને વિશેષતઃ વિચારતાં અનંત દ્રવ્યમાં અપરાપર અપેક્ષા થકી એક બે ત્રણ કે અનંત એવા જેટલા ધર્મ થકી ઘટ વિલક્ષણ હાય તેટલા અનંત વૈલક્ષણ્યહેતુ એવા ધર્મ થકી અનંત સ્વધર્મવાળા મનાય. અનંત દ્રવ્યની અપેક્ષાએ ઘટ સ્થૂળ, કૃશ, સમ, વિષમ, સૂક્ષ્મ, બાદર, તીવ્ર, ચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org