________________
૧૩૯૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. ત્રિરૂપે જ, અબાધિત પ્રત્યક્ષથી અનુભવ થાય છે અને વસ્તુનું જે અનુભૂયમાન સ્વરૂપ હોય તેમાં વિરોધ સિદ્ધ થઈ શકતો નથી; નહિ તે વસ્તુના રૂપ રસાદિમાં પણ વિરોધને પ્રસંગ આવે. ઉત્પાદાદિ સ્વ. ભાવ તેજ ૫રમાર્થે સત, માટે જ પ્રમાણુવિષય એવી સર્વ વસ્તુ અનંતધર્માત્મક છે, કેમ કે અનંતધર્માત્મક હોય તો જ ઉત્પાદવ્યયધોવ્યાત્મકતા પણ ઘટે, નહિ તે ન ઘટે.
હવે વસ્તુ અનંતધર્માત્મક છે એ વાત સ્પષ્ટ કરીએ. એના ઉપર સુવર્ણ ઘટનું એક દૃષ્ટાન્ત દેવામાં આવે છે. સદરહુ ઘટ સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી વિદ્યમાન છે અને પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અવિદ્યમાન છે. જ્યારે એ ઘટનું સત્ત્વ, યત્વ, પ્રમેયત્વ એ આદિ ધર્મ થકી ચિંતવન થાય છે ત્યારે તેનાં જે સત્ત્વાદિ તે સ્વપર્યાય જ છે, કેઈ પણ પરપર્યાય નથી, કેમ કે વસ્તુમાત્ર સત્ત્વાદિ ધર્મને લઈને સજાતીય છે અને અભાવ તે વિજાતીયનો જ કહી શકાય છે. એટલે કેઈથી પણ વ્યવૃત્તિ સંભવતી નથી, જ્યારે દ્રવ્યતઃ ઘટની વિવેક્ષા પૌગલિક એમ થાય ત્યારે તો તે જે પૌગલિકત્વ તે દ્રવ્યત્વરૂપે વિદ્યમાન છે, પણ ધર્મ અધર્મ આકાશ એ આદિ દ્રવ્યત્વરૂપે નથી. અત્ર પૌગલિકત્વ સ્વપર્યાય છે અને ધર્માદિ અનેકથી વ્યાવૃત્ત હોવાથી પરપર્યાય નથી, ને તે અનંત છે કેમ કે જીવદ્રવ્ય અનંત છે. ઘટ પૌગલિક છતાં વળી પાવત્વ રૂપે વિદ્યમાન છે, આપ્યાદિ રૂપે અવિદ્યમાન છે-ત્યાં “પાર્થ” એ સ્વપર્યાય છે અને તેની આપ્યાદિ બહુ દ્રવ્યથકી વ્યાવૃત્તિ છે; એ પરપર્યાય અનંત છે. એ જ પ્રમાણે આગળ પણ સ્વપર્યાય વ્યક્તિ વિચારી લેવી. પાર્થિવ છતાં તે ધાતુ રૂપે છે, મૃત્વ રૂપે નથી. ધાતુત્વ રૂપ છતાં સૌવર્ણત્વ થકી છે
પ્યાદિરૂપ થકી નથી. સુવર્ણ પણું ઘટિત વસ્તુરૂપે છે, અઘટિત વસ્તુરૂપે નથી. ઘટિતસુવર્ણાત્મા છતાં પણ દેવદત્તઘટિત વસ્તુરૂપે છે. દેવદત્તાદિઘટિત છતાં પણ પૃથુબુન્યાદિ (મેટું નાનું) આકાર થકી છે, મકટાદિ આકારે નથી. પૃથુબુદ્ધોદરાદિ આકારવાળે પણ ગળ રૂપે છે, ગોળ નહિ એવે રૂપે નથી. ગેળ પણ સ્વીકાર થકી છે, અન્ય ઘટાદિ આકાર રૂપે નથી. સ્વાકાર પણું સ્વકપાલ થકી છે, પરકપાલ થકી નથી–એ રીતે જે જે પર્યાય થકી એની વિરક્ષા થાય તે તે પર્યાય તે તેના સ્વપર્યાય અને તેનાથી જૂદા તે બધા પર૫ર્યાય. એ રીતે દ્રવ્યતઃ સ્વપર્યાય થડા થાય અને વ્યાવૃત્તિરૂપ પરપર્યાય અનંત થાય, કેમ કે અનંત થકી તે વ્યાવૃત્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org