________________
પરિશિષ્ટ ૩.
૧૩૭૮ કારણ હોવાથી પ્રકૃતિ કહેવાય છે, તેમ પોતે જાતે કાર્યરૂપ હોવાથી વિકૃતિ પણ કહેવાય છે. સોળ સમૂહ તે વિકૃતિ જ છે, અને પુરૂષ તે વિકૃતિ પણ નથી અને પ્રકૃતિ પણ નથી કેમ કે તે અનુત્પન્ન અને અનુત્પાદક છે. આત્મા પુણ્ય પાપાદિ કરતો નથી માટે અકર્તા છે, કર્તાપણું એ પ્રકૃતિને ધર્મ છે. પુરૂષ વિગુણ એટલે સત્વ રજસ્ તમથી વર્જિત છે, નિર્ગુણ છે કેમ કે ગુણ પ્રકૃતિને ધર્મ છે. એ ભોક્તા એટલે અનુભવ કરનાર છે પણ તે પણ સાક્ષાત્ ભક્તા નહિ પણ પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિ જે ઉભયમુખદર્પણ જેવી છે તેમાં સુખદુઃખાદિનું જે પ્રતિબિંબ પડે તે સ્વ૨છ આત્મામાં પણ સ્કુરે અને તેથી તેને જોતા લક્ષણમાત્રથી કહી શકાય. પુરૂષ નિત્યચિત છે એટલે નિત્ય ચેતનશક્તિ રૂપ છે. અહીં પુરૂષનું લક્ષણ ચૈતન્ય કહ્યું, જ્ઞાન નહિ. જ્ઞાન બુદ્ધિને વિષય ગણાય. પુરૂષ અનેક છે. પ્રધાન અને પુરૂષો સંબંધ પાંગળા અને આંધળાના સંબંધ જેવો છે.
બુદ્ધિમાં પ્રતિબિંબિત જે શબ્દાદિકનું પિતામાં પ્રતિબિંબ પડવાથી તેમાં પુરૂષ આનંદ માને છે અને એમ પ્રકૃતિને સુખરૂપ માની મેહમાં સંસારમાં પડ્યો રહે છે. પ્રકૃતિ અને પુરૂષના તફાવતના જ્ઞાનથી એટલે વિવેકજ્ઞાનથી પુરૂષને પ્રકૃતિ થકી જે વિગતે મોક્ષ પ્રકતિને વિવેક સમજાય ત્યાં પ્રકૃતિ ટળી જાય છે અને પુરૂષ સ્વરૂપે રહે છે.
બંધના છેદથી મોક્ષ થાય છે તે બંધ ત્રણ પ્રકારના છે. પ્રાકૃતિક, વૈકારિક અને દક્ષિણ. પ્રકૃતિને આત્મા જાણ જે ઉપાસે છે તેમને પ્રાકૃતિક બંધ થાય છે; ભૂત, ઇંદ્રિય, અહંકાર, બુદ્ધિ એ વિકારને પુરૂષ જાણું ઉપાસે તેમને વિકારિક બંધ થાય છે; ઈચ્છાપૂર્યાદિ કર્મને પુરૂષ બુદ્ધિથી સેવે તેને દક્ષિણ બંધ થાય છે. એ બંધાદિ સર્વ પ્રકૃતિને થાય છે પણ અવિવેકને લીધે પુરૂષ સાથે સંબંધવાળા મનાય છે.
આ મતમાં પ્રમાણ ત્રણ પ્રત્યક્ષ, લૈંગિક, શાબ્દ.
પ્રત્યક્ષમાં ઇંદ્રિય પિોતે જ વિષયાકાર પામે છે. ૧ કે આંધળો સંઘ સાથે પાટલીપુર નગર જવા નીકળ્યો. સાથને રસ્તામાં ચાર એ મારી નાંખે પણ આંધળા બચી ગયો. ત્યાંજ ૫ડથી ૫ડયો કાંફાં મારવા લાગ્યો. તેને વનના ભાગમાં રહેલા એક પામળાએ દોડે, બેલા, ખાતરી આપી. વાતચીત કરી આંધળે પાંગળાને ખાધે બેસાડો; હવે પાંગળો માર્ગ બતાવે તેમ આંધળો ચાલવા લાગ્યા. આખરે તેઓ પાટલીપુર પહોંચ્યા, આત્મા-પરૂષને પાંગળો ગણ અને પ્રકૃતિને અંધ ગણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org