________________
૧૩૭૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
એટલે કાન એ પાંચ ઇંદ્રિયા પોતપોતાના વિષયને ગ્રહે છે માટે ઇંદ્રિયો પાતે જ બુદ્ધિઇંદ્રિય કહેવાય છે. પાંચ કર્મેન્દ્રિયા, પાયુ તે ગુદા, ઉપસ્થ તે લિંગ અથવા યાનિ, વાક્ તે જેનાથી ખેલાય છે તે, પાણિ તે હાથ, પાદ તે પગ. એમનાથી મલાત્સર્ગ, સંભાગ, વચન, આદાન, ચલનઆદિ કર્મ સિદ્ધ થાય છે માટે તેમને કર્મેન્દ્રિય કહેવામાં આવે છે.
મન: એ જ્યારે બુદ્ધિઇંદ્રિય સાથે મળે છે ત્યારે બુદ્ધૃિપ થાય છે અને કર્મેન્દ્રિય સાથે મળે છે ત્યારે કર્મરૂપ થાય છે. તેને સ્વભાવ મુદ્દાવગર પણ સંકલ્પ કર્યાં કરવાના છે.
પાંચ તન્માત્ર: અહંકારથી અન્યાન્યપર જે રૂપ તે તન્માત્ર, તેજ સૂક્ષ્મ. તે પાંચ છે. રૂપ તન્માત્ર તે શુકલકૃષ્ણાદિ રૂપવિશેષ; સતન્માત્ર તે તિસ્તાદિ રવિશેષ; ગંધતત્માત્ર સુગંધ દુર્ગંધ આદિ ગંધવિશેષ; શબ્દતન્માત્ર તે મધુર કોમળ કઠોર આદિ શબ્દવિશેષ; સ્પર્શતન્માત્ર તે મૃદુ કનિાદિ સ્પર્શવિશેષ.
૨૦-૨૪ પાંચ ભૂતા, ઉપર્યુક્ત પાંચ તન્માત્રથી ભૂતા ઉત્પન્ન થાય છેઃ રૂપતન્માત્રસૂક્ષ્મથી અગ્નિ પેદા થાય છે, રસથી જળ પેદા થાય છે, ગંધથી પૃથ્વી થાય છે, શબ્દથી આકાશ થાય છે અને સ્પર્શથી વાયુ થાય છે.
૨૫ પુરૂષ: ઉપર કહ્યા તે ચાવીશ તત્ત્વા છે: પ્રકૃતિ, મહાન, અહુંકાર, પાંચ મુદ્ધિઇંદ્રિય, પાંચ કર્મેન્દ્રિયા, મન, પાંચ તન્માત્ર અને પાંચ ભૂતેા એ ચેાવીરા તત્ત્વરૂપ પ્રધાન-પ્રકૃતિ સાંખ્યમતમાં કહેલ છે, તેથી અન્ય પચીશમેા પુરૂષ-આત્મા જાવે. તે અકર્તા, વિગુણુ અને ભેાક્તા છે. પુરૂષ ચૈતન્ય સ્વરૂપ છે. જન્મ મરણને નિયમ દેખવાથી તેમજ ધર્માદિ અનેક ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ હાવાથી પુરૂષ અનેક છે, જાતે અકર્તા છે.
Jain Education International
આ પુરૂષપ્રકૃતિની કેટલીક જરૂરી હકીકત લક્ષ્યમાં રાખવા જેવી છે. પ્રકૃતિથી મહાનૂ થાય છે, મહાનથી અહંકાર, તેથી સાળના સમૂહ અને તેમાંના પાંચથી પાંચ ભૂતા. આ પ્રકૃતિ તે વિકાર નથી કેમ કે કશાથી ઉત્પન્ન થયેલી નથી. બુદ્ધિ વિગેરે સાત તે પરનાં
For Private & Personal Use Only
www.jainelibrary.org