________________
પરિશિષ્ટ ૩.
૧૩૭૭
સવ સુખલક્ષણ છે. એનાથી પ્રસાદ થાય છે. એનાં ચિહ્નો
પ્રસાદ, બુદ્ધિપાટવ, અલાઘવ, અદ્વેષ વિગેરે છે. લેકેમાં સુખ પામે છે તે આદૈવ મૃદુતા સત્ય શૌચ લાજ
બુદ્ધિ ક્ષમા અનુકંપા વિગેરેનું સ્થાન થાય છે, એ સત્ય. રજસ દુઃખલક્ષણ છે. એનાથી તાપ થાય છે. તાપ, શેષ,
ભેદ, ચલચિત્તતા, સ્તંભ, ઉદ્વેગ એ એનાં ચિહ્નો અથવા કાર્યો છે. દુઃખ આવી પડે છે તે સમયે દ્વેષ, દ્રોહ, મત્સર, નિંદા, વચન, બંધન, તાપ વિગેરેનું સ્થાન થઈ
પડે છે એ રજસ્. તમસ મહલક્ષણ છે. એનાથી દૈન્ય થાય છે. દૈન્ય મેહ મરણ
આસાદન બીભત્સ અજ્ઞાન અગૌરવ વિગેરે તમો ગુણનાં ચિહ્નો અથવા કાર્યો જાણવાં. જેને મેહ થાય છે તે અજ્ઞાન મદ આળસ ભય દીનતા અકર્મણ્યતા નાસ્તિકતા વિષાદ ઉન્માદ સ્વ વિગેરેનું સ્થાન થાય છે તે તમ.
એ ત્રણ ગુણોની સામ્યવસ્થા એટલે તુલ્ય પ્રમાણથી ત્રણે જેમાં રહેલા હોય તેવી અવસ્થા તેને પ્રકૃતિ કહેવાય છે. એનું બીજું નામ પ્રધાન અથવા અવ્યક્ત પણ છે. એ નિત્ય, અર્ચ્યુત, અનુત્પન્ન, સ્થિર, એકસ્વભાવ
એવા ફૂટસ્થ સ્વરૂપવાળી છે. ૨, મહાન-બુદ્ધિ,
એ પ્રકૃતિથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ ગાય છે અશ્વ નથી અથવા આ થાંભલે જ છે પુરૂષ નથી એવી વિષયનિશ્ચયરૂપ તે છે. એના આઠ રૂ૫ છેઃ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય એ ચાર સાત્વિક અને એ ચારેના પ્રતિપક્ષ (અધર્માદિ) તે
તામસ ચાર ૩, અહંકાર,
હું સુંદર છું, હું નસીબદાર છું—એવું અભિમાન થવું તે
અહંકાર. ૪-૧૯ એ અહંકારમાંથી સોળ તો ઉત્પન્ન થાય છે તે આ
પ્રમાણે – પાંચ બુદ્ધીન્દ્રિયો: સ્પર્શન એટલે ત્વચા રસન એટલે જિહા,
પ્રાણુ એટલે નાસિકા, ચક્ષુ એટલે આંખો અને શ્રોત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org