SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬૮ ઉપમિતિ ભવપ્રપંચો કથા. ૧૫ જાતિ: જેનાથી પક્ષહેતુ વિગેરે દૂષિત થતાં નથી એવા દૂષ [ભાસને જાતિ કહે છે. અદૂષણ છતાં પણ દૂષણવત્ આભાસે તે જાતિ. એના ચોવીશ પ્રકાર છે: સાધમ્ય, વૈધર્મે, ઉત્કર્ષ, અપકર્ષ, વર્ણ, અવર્ય, વિકલ્પ, સાથ, પ્રાપ્તિ, અપ્રાપ્તિ, પ્રસંગ, પ્રતિષ્ઠાન્ત, અનુત્પત્તિ, સંશય, પ્રકરણ, અહેતુ, અથાપત્તિ, અવિશેષ, ઉપપત્તિ, ઉપલબ્ધિ, અનુપલબ્ધિ, નિત્ય, અનિત્ય, કાયૅસમ. ૧૬. નિગ્રહસ્થાન સામે માણસ જે વડે નિગ્રહ પામે-વાદ કરતે બંધ પડે તે નિગ્રહસ્થાન-પરાજયસ્થાન. એના સામાન્યતઃ બે પ્રકાર છેઃ વિપ્રતિપ્રત્તિ અને અપ્રતિપત્તિ, સાધનાભાસમાં સાધનબુદ્ધિ અથવા દૂષણભાસમાં દૂષણબુદ્ધિ તે વિપ્રતિપત્તિ. સાધનનું અદૂષણ કે દૂષણનું અનુદ્ધરણ એ અપ્રતિપત્તિ. વાદીને કર્તવ્યની પ્રતિપત્તિ ન થાય અથવા ઉલટી થાય એ બે રીતે વાદીને પરાજય થઈ શકે. એના બાવીશ પ્રકાર છે તે નીચે પ્રમાણે – (૧) પ્રતિજ્ઞાાનિક પ્રતિવાદી તરક્કી હેતુમાં અનેકાંતિક દૂર પણ બતાવવામાં આવે ત્યારે તે (પ્રતિવાદી)ના દષ્ટાતને ધર્મ પિતાના દૃષ્ટાતમાં અંગીકાર કરતાં પ્રતિજ્ઞા હાનિ નામનું નિગ્રહસ્થાન. (૨) પ્રતિજ્ઞાન્તર: પ્રતિજ્ઞાત અર્થને સામા તરફથી પ્રતિષેધ કરવામાં આવે ત્યારે એમ કહેવું કે પ્રતિજ્ઞાત જે ધમ છે તેના અન્ય ધમેને અમે તે સાધવા ઈચ્છીએ છીએ એ દોષનું નામ પ્રતિજ્ઞાંતર. આમાં વાદીની પ્રતિજ્ઞા ખોટી થઈ જાય છે તેથી તે તેનું નિગ્રહસ્થાન થયું. (૩) પ્રતિજ્ઞાવિધિ: પ્રતિજ્ઞા અને હેતુને જેમાં વિરોધ આવે તે નિગ્રહસ્થાન. (૪) પ્રતિજ્ઞાસંન્યાસ: સામા પક્ષ તરફથી પક્ષ અને સાધનને દૂષિત કરવામાં આવે ત્યારે તેનો ઉદ્ધાર કરવાની શક્તિ ન હોવાથી પ્રતિજ્ઞા છુપાવવા પ્રયત્ન કરવો તે નિગ્રહસ્થાન. ૧ આ સર્વનાં લક્ષણ અને દષ્ટાન્ત જાણવા યોગ્ય છે પણ જગ્યા બહુ રોકાય તેથી વિસ્તાર તારવ્યા નથી. જિજ્ઞાસુએ દર્શનની લોક ૩૧ ની ટીકામાંથી જોઇ લેવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy