________________
પરિશિષ્ટ ૩.
૧૩૬૭
જે બીજી કલ્પના તે પ્રતિપક્ષ. એવા પ્રતિપક્ષ વગરની એટલે પ્રતિપક્ષ સાધનાહીન જે કથા તે વિતંડા. વિતંડાવાદી પેાતાના પક્ષને સ્થાપ્યા વિના ગમે તે પ્રકારે પરોક્તને દૂધવા તત્પર રહે છે.
૧૩. હેત્વાભાસ. હેતુ ન હેાવા છતાં હેતુ જેવા દેખાય તે હેત્વાભાસ. તેના પાંચ પ્રકાર છેઃ અસિદ્ધ, વિરૂદ્ધ, અનૈકાંતિક, કાલાહ્યયાપદિષ્ટ, પ્રકરણુસમ.
(૧) અસિદ્ધ: જેને પક્ષધર્મત્વ ન હોય તે. જેમકેઃ શબ્દ અનિત્ય છે, ચક્ષુવાળા છે તેથી.
(૨) વિરૂદ્ધ: વિપક્ષમાં હોય અને સપક્ષમાં હેાય જ નહિ તે. જેમકે શબ્દ નિત્ય છે, કાર્ય છે તેથી.
(૩) અનૈકાંતિક: પક્ષાદિ ત્રણેમાં હોય તે અનૈકાંતિક. જેમકે શબ્દ નિત્ય છે, કારણ કે પ્રમેય છે.
(૪) કાલાત્યયાપષ્ટિઃ હેતુના પ્રયોગના કાળ હોય તેને પડતા મૂકી અથવા તે પસાર થઇ ગયા પછી પ્રયોજેલા અથવા પ્રત્યક્ષ પ્રમાણથી વિરૂદ્ધ પક્ષમાં રહેલા હેતુ તે. જેમકે બ્રાહ્મણે દારૂ પીવા, કેમકે તે દૂધની પેઠે દ્રવ દ્રવ્ય હાવાથી પેય છે.
(૫) પ્રકરણસમ:- સ્વપક્ષની સિદ્ધિમાં તેમજ પરપક્ષની સિદ્ધિમાં પણ જે ત્રરૂપ હેતુ આવે છે તે. પક્ષ અને પ્રતિપક્ષમાં તુલ્ય હાય તે. એવા હેતુથી વિરૂદ્ધ સાધ્ય પણ સધાય.
Jain Education International
૧૪, છલ: પર પુરૂષે સ્થાપન કરેલા વાદમાં પેાતાને માન્ય અન્ય અર્થની કલ્પનાથી વચનના વિદ્યાત કરવા તે છલ. તેના ત્રણ પ્રકાર છે. વાક્કલ, સામાન્ય છલ, ઉપચાર છેલ.
પરોક્તમાં અર્થાતર કલ્પના તે વાલ. જેમકે નવ કંમલવાન દેવદત્ત છે. એમાં નવના અર્થ ‘નવીન' છે તેને બદલે નવ’ ના અર્થ નવ સંખ્યા કરી સામાને વચનવિઘાત કરવા કે અહા! દેવદત્તને નવ કાંબળે ક્યાંથી?’ એ વાÐલ.
અતિ પ્રસંગવાળા સામાન્યને હેતુકેટિમાં આરોપી તેના જ નિષેધ કરવા તે સામાન્ય છલ.
લાક્ષણિક પ્રયોગમાં મુખ્યાર્થની કલ્પના કરીને વચનવિદ્યાત કરવા તે ઉપચાર છä.
For Private & Personal Use Only
www.jainelibrary.org