________________
પરિશિષ્ટ ૩.
૧૩૬૫
એક કોટિને જેમાં નિશ્ચય હાતા નથી એવા અનેક કાટિના પરામોવાળા જે પ્રત્યય તે સંશય.
૪. પ્રયેાજન, જેના અર્થે એટલે જેની અભિલાષાથી પ્રવૃત્તિ થાય એટલે તે પદાર્થના સાધન માટે યલ થાય તે જે સાધ્યું, અથવા કર્તવ્યરૂપે ઇષ્ટ પ્રયાજન અથવા ફળ, જેની ઇચ્છાથી પ્રવૃત્તિ થાય તેનું નામ પ્રયાજન જાણવું. પ્રમાણની પ્રવૃત્તિ થવી તે પ્રયેાજનમૂલક છે.
૫. દૃષ્ટાન્ત, જણાયલા છે અંત એટલે નિશ્ચય જેમાં. વાદી પ્રતિવાદિના વાદમાં જે વિષયને તકરાર ન હાય, એટલે ખન્નેને જે મુદ્દાઓ સંમત હાય તે દૃષ્ટાન્ત. એવી વગર વાંધાની (અવ્યભિચારી) માખતાના બન્ને પક્ષકારો છૂટથી ઉપયોગ કરી શકે છે.
૬. સિદ્ધાન્ત, એના ચાર પ્રકાર છેઃ—
(૧) સર્વતંત્ર સિદ્ધાન્ત, સર્વ શાસ્ત્રો જે નિર્ણય માન્ય કરે તે, સર્વને અવરૂદ્ધ સિદ્ધાન્ત. સર્વમાન્ય સત્યા ( Universal trutlas ). જેમકે: પ્રમાણુ પ્રમેયનાં સાધન છે, પ્રાણાદિ ઇંદ્રિય છે, વિગેરે.
Jain Education International
(૨) પ્રતિતંત્ર સિદ્ધાન્ત: સમાન તંત્રમાં પ્રસિદ્ધ અને પરતંત્રમાં અસિદ્ધ એવા સિદ્ધાન્ત. જેમકે યાગવાળા અને વૈશેષિકા ઇંદ્રિયાનું ભૌતિકત્વ માને છે, સાંખવાળા નથી માનતા; સાંખ્યવાળા સર્વની ઉત્પત્તિ સત્થી માને છે, નૈયાયિક સામગ્રીવશાત્ અસથી માને છે અને જૈના સદસત્ ઉત્પત્તિ માને છે એ પ્રતિતંત્ર ાસદ્ધાન્તા કહેવાય. (૩) અધિકરણ સિદ્ધાન્ત: જેની સિદ્ધિ કરવા જતાં અન્યની સિદ્ધિ પ્રસંગને લઇને થઇ જાય. ખાખત પ્રકૃત હાવી જોઇએ.
(૪) અભ્યુપગમ સિદ્ધાન્ત. પ્રૌઢ વાદીએ પાતાની બુદ્ધિના અતિશય દર્શાવવા કોઇ અપરીક્ષિત વસ્તુને પણ અંગીકાર કરીને તેના વિષયની પરીક્ષા કરે છે. કાયદાશાસ્ત્રીએ સામાની દલીલ તકરાર ખાતર સ્વીકારી તેનાપર દલીલ કરે છે તેમાં સામાની દલીલના સ્વીકાર થતા નથી, પણ તેને સ્વીકાર માની લઇ તેપર વિશેષ દલીલ કરાય છે. શબ્દ દ્રવ્ય છે એમ કાઈ કહે તે સામા
૫
For Private & Personal Use Only
www.jainelibrary.org