________________
૧૩૬૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
(૪) શબ્દ, એકાંત સત્ય અને હિત ખેલનાર તે આસ. તેમના ઉપદેશ એટલે તેમનું વચન તે આસોપદેશ. આસોપદેશ એટલે આગમ-શબ્દ.
'
૨. પ્રમેય, પ્રમાણુ ફળથી જે ગ્રાહ્ય તે પ્રમેય. તેના બાર પ્રકાર છે. (૧) આત્મા, એની પ્રતીતિ સચેતનત્વ, કર્તૃત્વ, સર્વંગતત્વ આદિ ધર્મથી થાય છે. એ કાંઇક હેય અને કાંઇક ઉપાદેય છે. ( સુખ દુ:ખાદિ ભક્તા રૂપે હેય, વિમુક્ત રૂપે ઉપાદેય).
(૨) શરીર, તેનું જે ભાગાયતન તે શરીર. ૨ થી ૧૧ હેય છે. (૩) ઇંદ્રિય, પાંચ: ધ્રાણુ, રસન, ચક્ષુ, ત્વક, શ્રોત્ર. (૪) અર્થ, પાંચઃ ગંધ, રસ, રૂપ, સ્પર્શ, શબ્દ. (૫) બુદ્ધિ, એટલે ઉપલબ્ધ અર્થાત્ જ્ઞાન.
Jain Education International
(૬) મન, યુગપત્ જ્ઞાન થતું નથી તેનું કારણ, અંતરકરણ, એ અણું છે, વેગવાળું છે, આશુ સંચાર કરનારૂં છે અને નિત્ય છે.
(૭) પ્રવૃત્તિ. વાણી મન અને કાયાના શુભાશુભ ફળવાળા
વ્યાપાર.
(૮) દાષ, રાગ, દ્વેષ, મેાહ ઇર્ષ્યાદિના પણ એમાં જ સમાવેશ થાય છે. સંસારમાત્ર એ દોષનેા જ બનેલા છે. (૯) પ્રેત્યભાવ, પૂર્વના દેહ ઇંદ્રિયાદિનો ત્યાગ કરી નવા દેતુ ઇંદ્રિયાદિ સંઘાત ગ્રહણ કરવા તે. એ જ સંસાર. (૧૦) ફળ, પ્રવૃત્તિદોષથી પેદા થયેલું સુખ દુ:ખાત્મક જે પરિણામ તે મુખ્ય ફળ, તેનું સાધન તે ગૌણુ ફળ. (૧૧) દુ:ખ, પીડા સંતાપ સ્વભાવવાળું તે. (૧૨) અપવર્ગ, આયન્તિક દુ:ખોચ્છેદ તે અપવર્ગ એટલે મેાક્ષ. આ અપવર્ગ ઉપાદેય છે અને પરમ પુરૂષાર્થ છે. એ થવામાં તત્વજ્ઞાન એ જ મુખ્ય માર્ગ છે.
૩. સંશય, આ તે થાંભલા છે કે પુરૂષ છે? આવા પ્રકારના સંદેહવાળા પ્રત્યય થાય તે સંશય. એ સંદિગ્ધ એટલે કાઇ
૧ તૈયાયિકા આ ચાર પ્રકારનાં પ્રમાણેા માને છે, અહીં જે પ્રમાણુ વિગેરેની વ્યાખ્યા છે તે તેમના મત પ્રમાણે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org