________________
પરિશિષ્ટ ૨,
૧૩૭ તેને શ્રાપ દૂર થાય; તે એવી રીતે કે એ હોંઢામાં કેઇ આગળ જતાં લેહી ભરી આપશે ત્યારે શ્રાપ દૂર થશે.
બ્રહ્માનાં આવાં વચન સાંભળી શંકરે જેગીનું રૂપ ધારણ કર્યું, ગામે ગામ રખડવા માંડ્યું, કાપાલિકા નામે પ્રસિદ્ધિ મેળવી, સ્મશાનભૂમિની સેવા કરી, એમ કરતાં કોઈ પાપીને ઘેર ગયા, ત્યાં તેણે લેહીથી પેલું માથું ભરી આપ્યું, ત્યારે હાથ સાથે જે માથું વળગી પડ્યું હતું તે છૂટ્યું.
હવે બ્રહ્મા તો કામથી વીંધાણું તે વિકળ રૂપે પણ આકાશમાં ચાલ્યા, આખી દુનિયાને સ્ત્રીમય જ જોવા લાગ્યા, તરફ ઉપર નીચે ફરવા લાગ્યા અને એમને જોઈને સ્ત્રી પુરૂષો દોડાદોડી કરવા લાગ્યા. કેઈ ઝાડ આવે, બીડ આવે, તે સર્વને તિલોત્તમાં ધારીને બાઝી પડે. એમ કરતાં જંગલમાં એક રીંછડી મળી, એને રંભાના રૂપને ધારણ કરનાર ધારી વૃદ્ધ બ્રહ્માએ તેને ભેળવી. તેનાથી જાંબુવત ઉત્પન્ન થયો. એ ઘણે બળવાનૂ થયો, રામચંદ્રન દૂત થયો અને બ્રહ્માના પુત્ર તરીકે જગતમાં પ્રસિદ્ધ થયો.
ધર્મપરીક્ષા રાસ ખંડ ૨, ઢાળ ૧૦-૧૧ નું અવતરણ,
(૩)
ગોપીપાવંદન, સોળ હજાર સ્ત્રીના પતિ દાદરે એક દિવસ રાધા નામની ગવાળણું જોઈ. એ માથા ઉપર દહીં દૂધની મટુકી લઈ વેચવા નીકળી પડી હતી. એના રૂપથી દામોદરરાય આશ્ચર્ય પામ્યા અને કામદેવથી એવા વીંધાયા કે બીજી કોઈ સ્ત્રી ગમે જ નહિ અને વાત એટલે સુધી વધી ગઈ કે એના વ્યાપેહમાં અન્ય સ્ત્રી ઉપરનો પ્રેમ ગળી ગયું અને રાધા સાથે ઉઘાડી રીતે બોલ્યા કે “રાધા! તારા ઉપર મને પ્રેમ થઈ આવ્યો છે, તારા જેવી કેઈ સ્ત્રી દુનિયામાં નથી. આ તારા માથા ઉપર મટુકી છે તેનું દાણુ હું માગું, તે દાણના અદલામાં મારા ઉપર પ્રેમ કર અને એમાં ખેંચતાણુ ન કર.” *
રાધાએ જવાબમાં કહ્યું કે “હું તે આહેરની છોકરી, ભરવાડની બૈરી-હલકી જાતની છું. તમે તે મોટા માણસ અને આમ જાણી જોઈને ખાડામાં કાં પડે છે? તમે ધર્મશાસ્ત્રમાં કહ્યું છે તે વિચારોપરનારીલંપટ પુરૂષ મારીને પણ દુર્ગતિમાં જાય છે તે તમે વાત કરે છે તે ઠીક નથી. રાતદિવસ જે પાપ બાંધે છે તેને તે અહીં પણ ઘણે સંતાપ થાય છે. એથી એક તો અશુભ ધ્યાન થાય છે અને વળી લેક એવાને કાંઈ માન આપતા નથી. વળી કમજોગે જે રાજાના જાણવામાં એ વાત આવી જાય તે છેદન ભેદન થાય, દંડ થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org