________________
૧૩૫૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. ગધેડા પર અસવારી કરાવે, કેદખાને નખાવે, લિંગ કે નાક કાપી લે. આથી સગાસંબંધીઓનાં મહેઢાં પણ કાળાં થાય અને કુળવાન માણસ હોય તો લાજમાં ને લાજમાં મરી જાય. લોકમાં ફિટકાર થાય અને મિત્રોને દુઃખ થાય. આ ઉપર તમને એક વાત કહું છું તે સાંભળો.
એક શેઠ હતા. તેને શ્રીમતી નામની સ્ત્રી હતી. રંભા જેવી રૂપાળી અને અતિ સૌંદર્યશાળી હતી. શેઠને નગરના પુરોહિત સાથે મિત્રા હતી. પુરોહિત શેઠને ઘેર દરરોજ આવે અને સર્વ સાથે પરિચયમાં રહે. કેઈ કારણે શેઠ એક વખત પરદેશ ગયા અને જતી વખત ઘર પુરોહિતમિત્રને ભળાવતા ગયા. શેઠ વિદાય થયા અને પુરોહિતે સ્ત્રી સાથે સ્નેહ માંડયો, પ્રણયપ્રાર્થના કરી. શ્રીમતી પવિત્ર હતી, પતિપરાયણ હતી, ઘરમાં એકલી હતી અને જાતે ઘણી ચતુર હતી. તેણે વખત વિચારી લીધે, પોતાની સ્થિતિની ગંભીરતા જાણી લીધી, પતાના શિયળને જાળવવાની ચિંતા કરી લીધી અને એક ક્ષણમાં પિતે ઉપાય યોજ્યો કે પુરોહિતની લાજ જાય તો જ તે ઠેકાણે આવશે. ચતુર શ્રીમતી એ બહુ ટુંકા વખતમાં નિર્ણય કરી લીધે, લખતાં કે વાંચતાં વખત લાગે તેટલાથી પણ થોડા વખતમાં તે સ્નેહભરેલા દેખાવે બોલી કે પુરોહિતે એક પહોર રાત્રી પૂરી થયે આવવું એટલે એકાંતમાં આનંદ થશે. પુરોહિત રાજી થયે અને પોતાને ઘેર ગયે.
શ્રીમતી ત્યાર પછી તુરત જ કેટવાળને ઘેર ગઈ, કેટવાળને કહ્યું કે એને પુરોહિત સતાવે છે, પોતાની લાજ કેટવાળના હાથમાં છે. વિગેરે. એટલે કેટવાળ તે એ સુંદરીના હાવભાવ જોઈ લપટાઈ ગયો અને જવાબમાં કહ્યું કે” એ પુરોહિતના તે શા ભાર છે! તું મારી સાથે પ્રેમ કર, પુરોહિતને હું પહોંચી વળીશ.” સુંદરી સમજી કે આ તે એલામાંથી ચુલામાં પડ્યા. કેટવાળને તે જ રાત્રે બીજે પહોરે પોતાને ઘરે આવવાનું કહી તેને રાજી કરી મનમાં વિમાસણ કરતી સુંદરી પ્રધાનના ઘર પર પહોંચી.
રૂપ પણ કેટલીકવાર નુકસાન કરી બેસે છે. એને ભય ઘણો છે તે તો આપણું દરરેજના અનુભવનો વિષય છે. કેટવાળ સંબંધી સર્વ હકીકત સુંદરીએ પ્રધાનને જણાવી એટલે પ્રધાન તે સુંદરીના રૂપ, લટકાં અને શરીરને મરેડ જોઈ કામાંધ થઈ ગયો. સુંદરી પાસે પ્રેમયાચના કરી અને પોતાને વશ થતાં કેટવાળને ચપટીમાં ચોળી નાખવાની પિતાની શક્તિના વખાણ કર્યા. સુંદરી મનમાં મુંઝાણું પણ સમયસૂચકતા ન ચૂકી. અંતરભાવ છુપાવી સાધી પતિવ્રતાએ પ્રધાનને પિતાને ઘરે ત્રીજે પહોરે તે જ રાત્રે આવવાનું જણાવી તેને આશાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org