________________
૧૩૫૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
ત્યાંથી ઉઠી બ્રહ્માની પછવાડે ગઈ અને ત્યાં નાટક માંડ્યું. વળી બ્રહ્માને વિચાર થયા કે પછવાડે ફરીને લેવાથી તેા ઋષિમાં માનહાનિ થાય એટલે એક બીજી ચોકડી તપના ફળે પછવાડે નવું મસ્તક કર્યું. અતિ સૌંદર્યમય સુંદરીને જોઇ બ્રહ્મા રાજી થયા એટલે તિલાત્તમાએ જમણી બાજુએ નાટક માંડ્યું. ત્રીજી ચોકડી તપના બળે જમણી માજુએ બ્રહ્માએ ઉપરનીજ રીતે અને કારણે ચેાથું મસ્તક કર્યું એટલે તિલેાત્તમાએ પાતાની માજી સંકેલી આકાશમાં ઊભા રહી નાટક કરવા માંડ્યું. બ્રહ્માથી ન રહેવાયું, અરધી ચેાકડી તપની બાકી રહી હતી તેના ફળે આકાશમાં મુખ થવાની ઇચ્છા કરતાં ગધેડાનું મુખ નીકળ્યું, ભુંકારવ કર્યો, તિલેાત્તમાને જોઇ એટલે તિલેાત્તમા ઉડી ચાલી અને ઇંદ્રને સર્વ હકીકત નિવેદન કરી. આવી રીતે બ્રહ્માએ સાડી ત્રણ ચોકડી તપ કર્યો તે નિષ્ફળ ગયા.
હવે બ્રહ્મા તેા નાટક જોવાનું ભૂલી ગયા અને ગધેડાની જેમ હૂં ભૂં કરવા લાગ્યા. દેવતાઓ તેને જોવા આવ્યા અને ભુંકાર કરતા જોઇ આશ્ચર્ય પામ્યા અને ખડખડ હસવા લાગ્યા. બ્રહ્માને કોપ ચઢ્યા એટલે દેવાની પછવાડે દોડ્યા. દેવે આગળ અને બ્રહ્મા પાછળ. સ્વર્ગમાં આથી મોટા ખળભળાટ થઇ ગયા, લેાકેામાં ગભરાટ થઇ ગયા, ઋષિએ તપ જપ ભૂલી ગયા, આ તે ખાશે મારશે એવી ચિંતા થઇ પડી અને ચારે તરફ દોડાદોડી થઇ રહી. દેવતાઓ દોડતાં દોડતાં શિવ પાસે આવી પહોંચ્યા. રૂદ્ર તેા રૂદ્ર (ક્રોધી) થઇ ગયા અને ગધેડાનું માથું પેાતાના નખવડે ખણી નાખ્યું. બ્રહ્માને આથી ઘણી પીડા થઇ અને મુખેથી શિવને અસભ્ય વાત કહેવા લાગ્યા—અરે પાપી હત્યારા ! તારે તેા આવી ભૂંડી ટેવ જ રહી ! તેં શા માટે મારૂં માથું તેાડ્યું? તારે માથે તેની હત્યા ચઢી. માટે હવે એ મારૂં માથું તારા હાથપર ચઢી જાઓ! આથી હવે તું કાઇની સાથે આવી ચાલ ચલાવીશ નહિ !'
આ વાત—શ્રાપ સાંભળતાં શિવજી તેા કાળાધમ થઈ ગયા, બ્રહ્માને નમી પડ્યા અને પાતાને માથે ચઢેલી હત્યા દૂર થવાના માર્ગ બ્રહ્માને પૂછ્યો. એણે ઘણાં કામળ વચના કહ્યાં એટલે બ્રહ્મા શાંત થયા અને ઉપાય મતાન્યે કે જો હવે પછી શંકર માથે જટા રાખે, સ્મશાનની રાખ શરીરે ચાળે, મનુષ્યની ખેાપરીના હાર હાડકાં અને રામમાં ગુંથી ગળામાં પહેરે, ભાંગ અને ધતુરો ખાય, નાગા થઈને ગામે ગામ ફરે, ઘેર ઘેર ભીખ માગતા ફરે, વર્ણવર્ણના ભેદ મૂકી દે, જે ભીખ મળે તે એ ગધેડાના મ્હોંઢામાં લઈને દરરોજ ખાય તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org