________________
પરિશિષ્ટ નં. ૨'
-
( પ્રસ્તાવ ૪, પ્રકરણ ૧૪, પૃ. ૬૮. )
(૧)
બ્રહ્માના માલવિપ્લવ. શંકર કૈલાસમાં રહી એકાકીપણે તપ કરે છે ત્યાં એક વખત નારદ આવી પહોંચ્યા. શંકરને પ્રણામ કરી નારદે કહ્યું પ્રભુ! બીજી વાત તેા ઠીક, પણ પુત્ર વગર સારી ગતિ નથી, માટે તમે પરણા અને પુત્ર ઉત્પન્ન કરે.' શંકરે તે વાત કબૂલ કરી અને નારદને જણાવ્યું કે તેણે શંકર માટે સારી કન્યા જેઇ આ વવી. એવી સારી કન્યાને પરણી તેનાથી પાતે પુત્રઉત્પત્તિ કરશે અને વળી તેથી નારદને પરણાવ્યાનું પુણ્ય પ્રાપ્ત થશે. ટીખળી નારદ તા તુરત ત્યાંથી ઉપડ્યા અને હિમાચળ પર્વત પાસે જઇ તેની કન્યા શંકરને આપવાની માગણી કરી. હિમાચળને શંકર જેવા દેવ સાથે પેાતાની પુત્રીના સંબંધ થતા જાણી આનંદ થયો અને તેણે તે વાત કબૂલ કરી. નારદ તા તુરત લગ્ન લઇ શંકર પાસે આવ્યા અને વાત જણાવી.
શંકર તેા રાજી થઇ ગયા, સુંદર ભાર્યા મેળવવાની મેાજમાં પડી ગયા અને તુરત વૃષભ ઉપર બેઠા. સાથે જાનમાં ભૈરવ ભૂત અને જોગીઓને લીધા. શંકરની સાસુ મેનકાએ શંકરનું અને જાનૈયાનું રૂપ જોયું એટલે તે તેા ઝાંખીઝમ થઇ ગઇ અને બેલી કે-આવી જગ્યાએ મારી દીકરીને કાણે નાંખી ! અરે એવર તેા જાતે ઘરડો છે, વળી એને સ્વારી કરવાને માંડા બળદ છે! એને રહેવાને ઘરકે ગામ નથી! એને માથે માબાપ પણ નથી! એના શરીરે ભસ્મ લગાવેલી છે! અને વળી ગળામાં બીહામણેા સર્પ છે! અને વળી પેાતે ભાંગ અને ધતુરાપી મસ્ત રહે છે! એના હાથમાં ખેાપરી છે અને કાખમાં ઝાળી છે! એના માથા ઉપર મેાટી જટા છે! અને એવાને
૧ આ પ્રસંગમાં મકરધ્વજે . (કામદેવે) દેવાના કેવા હાલ કર્યા તેના છ દાખલા મૂક્યા છે. મારી ઇચ્છા એ છએ મૂળ કથાએ શેાધી લખવાની હતી. એને અંગે હું કેટલાક પુરાણી તથા પંડિતને મળ્યેા, પણ હજી મૂળ પુરાણના પત્તો લાગ્યા નથી. પ્રથમની ત્રણ વાતા ધર્મપરીક્ષામાંથી મળી આવી છે તે તેના સ્થાનના નિર્દોષ સાથે લખી છે. નવી આવૃત્તિમાં વિશેષ શેાધખેાળનું પરિણામ રજુ કરીશ. કાઇ બંધુને આ સંબંધી હકીકત મળે તે! મને મેકલવા કૃપા કરવી. મેરુ, ગિ. કા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org