________________
૧૩૫૨
ઉપમિતિ ભવપ્રપંચો કથા. પ્રતિ કાયા, મન, વાણી અને દાન એ ચાર ચાર પ્રકારે દેશ કાળાસાર વિનય કરવો તે રીતે બત્રીશ પ્રકાર. એમાં વૈનાયિક, વશિષ, પરાશર, વાલ્મીકિ, વ્યાસ, ઇલાપુત્ર, સત્યદર વિગેરેનો સમાવેશ થાય છે (પ્રથમ લેકપર ટીકા.)
વિરૂદ્ધ પુણ્ય પાપ પરલોક આદિને નહિ માનનારા અપિયાવાદીઓ. એ સર્વ પ્રકારના સાધુએથી વિરૂદ્ધ વર્તન કરનારા હેવાથી વિરૂદ્ધ-
વિધીના નામથી જાણીતા થયેલા છે (અનુ.).
પદર્શનકાર (ટીકા) કહે છે કે-સંસાર માત્ર ક્ષણિક છે અને જે અસ્થિર છે તેને ક્રિયા કેવી? તેમની ઉત્પત્તિ એજ ક્યિા અને એજ કારણે. એમાં કેકુલ, કાંઠેવિદ્ધિ, રમક અને સુગતને સમાવેશ થાય છે.
વૃદ્ધ, પ્રથમ તીર્થકર આદિનાથ ભગવાનના સમયમાં ઉત્પન્ન થયેલા અને ઘણું કરીને વૃદ્ધાવસ્થામાં દીક્ષા અંગીકાર કરવાથી વૃદ્ધ અથવા “તાપસ કહેવાય છે. (અનુ.)
શ્રાવક, ભરત રાજાના સમયમાં શ્રાવકે હતા તેમાંથી પાછળથી થયેલા બ્રાહ્મણે. અહીં શ્રાવકનો અર્થ બ્રાહ્મણ થાય છે. (અનુ.)
પાખંડી, વ્રતનું પાલન કરનારા. પાપનું ખંડન કરનારાને પાખંડી કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org