________________
૧૩૫૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
તે વળી કન્યા દેવાય ! એવા જમાઇને મારી રૂપાળી કન્યા આપશેા તે હું તેા મરી જઇશ! એના કરતાં તેા દીકરીને પાણીમાં ડૂબાડું કે ઝેર પાઉ' તે સારૂં! તેનાં આવાં વચન જાણીને તે વખતે ત્યાં બ્રહ્મા વિષ્ટિએ આવ્યા અને મેલ્યા અરે આઇ! તમે તમારી કન્યા શંકરને આપે!! એ દેવ ને કાપશે અને તમને શ્રાપ આપશે તે તમારા માટે મેાટા અનર્થ કરી નાખશે. તમે વેવિશાળ તોડવાની ( વિવાહ આછંડવાની) વાત લગાર પણ ન કરો.’
બ્રહ્માનાં આવાં વચન સાંભળી મેનકા ચુપ રહી, ખેલતી અટકી પડી. લગ્નની તૈયારીઓ ચાલી. ત્યાં તે પછી પેપ્રમાદે, હાંસલદે, હરષાદે, સામાદે, રંગાદે, નામલદે, દેમાદે, રહકાદે, માણેકદે, રતનાદે, કમલાદે, ભામાદે, મેાકલદે વિગેરે સ્ત્રીએ આવી પહોંચી. તેત્રીશ કરોડ દેવતાએ આવી પહોંચ્યા. વર સાથે જોગી જોગણ સેંકડો આવેલા હતા જ. વરને પોંખી ઘરમાં લીધા.
બ્રહ્માએ હર ( શંકર ) અને ગૌરી ( પાર્વતી )ને હસ્તમેળાપ કરાયેા. ત્યાર પછી વરકન્યા ચારીમાં બેઠા. બ્રહ્મા ચાર વેદ એલી રહ્યા છે, ચાર મંગળ વર્તે છે અને જયજયકાર થઇ રહ્યો છે. આગળ શંકર ચાલે છે અને પાછળ પાર્વતી ચાલે છે અને તેવી રીતે ચેારીમાં ફેરા દે છે. હવે પાર્વતીએ પાનેતર પહેરીને અગ્નિની સામે ચાખા નાખવા માંડ્યા તે વખતે પાનેતરના ઈંડા અગ્નિમાં પડી જવાથી જરા સળગ્યા તે ઊંચા લઇને તેને ઓલવવા લાગી. બ્રહ્મા જે આ
આ વખતે વેદ બેલી રહ્યા હતા તેણે પાર્વતીના છેડા ઊંચા થતાં જંઘા જોઇ અને રૂપકાંતિ જોઇ મુંઝાઇ ગયા, ચિત્ત ચલાયમાન થયું, મન ડોળાયું અને કામના વિકાર થતાં તેજ વખતે તેમને ત્યાં વીયૅ પતિત થયું. બધા દેવા તે વખતે જોઇ રહ્યા હતા તેથી બ્રહ્મા લેજવાણા અને શરમના માર્યાં પેાતાના પગથી વીર્યને ધૂળમાં રગદોળ્યું. એ ચાળેલી ધૂળમાંથી અઢાશી હજાર ઋષિઓ ઉત્પન્ન થયા, હાથમાં કમંડળ ધારણ કરેલા તેઓ ઉઠીને બ્રહ્માને પગે લાગ્યા. અઠાશી હજાર ઋષિઓ બ્રહ્માપુત્ર તરીકે ‘વાલુ’ના નામથી પુરાણમાં પ્રસિદ્ધ છે. ધર્મપરીક્ષા ખંડ ૨. ઢાળ ૧૭,
૧ ગ્રંથકર્તા કહે છે કે આ વાત બ્રહ્મપુરાણમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org