________________
પ્રકરણ. ૨૧]
વામદેવની નાસભાગ.
૧૩૨૭
હાય તે સર્વત્ર પીળું ઢખે છે, તેમ જેએ લુચ્ચા અને માયાવી હાય છે તે અન્યને પણ પેાતાની જેવા જ માને છે. મેં પણ અનેક પ્રકારની સાચી ખાટી કલ્પના કરી, ક્ષુધાચાર્યને ધૂતારા લુચ્ચા છેતરનારા માન્યા અને એવી ખાટી કલ્પનાને પરિણામે એમનાં વિશુદ્ધ વચનની મારાપર જરાએ અસર ન થઇ અને હું જરા પણ પ્રતિબાધ ન પામ્યા.
આચાર્ય મહારાજ જ્યારે દેશના આપતા હતા અને પેાતાનું ચરિત્ર કહેતા હતા ત્યારે ઉપરની સર્વ હકીકતના મની; મતલબ, એ સર્વ વિચારો મને તેમના ઉપદેશના અવસરે આવી ગયા. હવે નગરમાં મહાત્સવ થઇ રહેવા આવ્યા અને રાજાને દીક્ષા લે
વાના અવસર તદ્દન નજીક આવ્યા તે વખતે મેં પાપીએ વિચાર કર્યો કે મારા મિત્ર વિમળ મને આગ્રહ કરીને જરૂર દીક્ષા અપાવશે, માટે એ મને દબાણ કરે કે આગ્રહ કરે તે પહેલાં જ તેને છેતરીને અહીંથી છટકી જઉં. તે અહીં રહ્યો તે! જરૂર મનથી નહિ તેા તેની ખાતર પણ દીક્ષા લેવી પડશે—આવા વિચાર કરીને મુઠ્ઠી વાળીને હું તે ત્યાંથી નાઠા અને એટલે દૂર ભાગી ગયા કે જ્યાંથી એ લોકોને મારૂં નામનિશાન પણ માલૂમ ન પડે, મને શોધવા માણસા મેાકલે તે તેમને પણ મારા પત્તો ન મળે. એટલા દૂર પ્રદેશમાં ગયા પછી મારા જીવમાં જીવ આવ્યા, મને નિરાત વળી અને મેં છૂટકારાના દમ ખેંચ્યો. વામદેવ સંબંધી વિગતવારે પૃચ્છા. મહુલિકા સ્તેય મુક્તિ ઉપાય વિચારણા, અયેાગ્યતાને લઇને અવધીરણાના ઉપદેશ.
હવે દીક્ષા લેવાના દિવસ જ્યારે આવી પહોંચ્યા ત્યારે વિમળકુમારે મારે (વામદેવ) માટે ઘણી તપાસ કરાવી, ચેા તરફ માણસે મેકથા અને મારો પત્તો મેળવવા પ્રયાસ કર્યો પણ આખરે જ્યારે તેને મારા સંબંધી કાંઇ જ સમાચાર મળી શક્યા નહિ ત્યારે તે મારા મિત્ર હાવાથી તેમાં મનમાં મારે માટે ચિંતા થઇ અને આખરે
તેણે મુધાચાર્યને પૂછ્યું કે “ સાહેબ! વામદેવ ક્યાં ગયા છે? અને શું
કારણ વિચારીને ગયા છે? તે અહીં જણાતા નથી તા તેનું શું થયું છે?” ગુરૂમહારાજે પોતાના જ્ઞાનને ઉપયોગ મૂકીને મારૂં આખું ચરિત્ર જાણી લીધું અને પછી તે સર્વ હકીકત તેમણે વિમળકુમારને કહી ૧ શ્રુત જ્ઞાનના ખરાબર ઉપયાગ મૂકે તેા કેવળી જેવી રીતે ભાવે દેખીને કહે છે તેવા જ ભાવે! શ્રુતજ્ઞાની અનુમાનથી કહી શકે છે.
નાસી - વાની સંકળના.
સજ્જનની
સહૃદયતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org