________________
૧૩૨૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[પ્રસ્તાવ ૫ દીક્ષાના ભયથી ગભરાયે.. મિત્રના પ્રેમસૌજન્યને વિસાર્યા. ગુરૂવિશે કુતર્કો કર્યા,
અને નગર મૂકી નાસી છૂટ્યો. અગ્રહીતસંકેતા! હું તો આખી હકીકત બની તે દરમિયાન વામદેવ તરીકે બેઠે જ રહ્યો અને એ આચાર્ય મહારાજની રૂપ બદલવાની શક્તિ જોઈને, હકીકત જણાવવાની અને ખીલવવાની કુશળતા જોઈને, વાતને રૂપક આપવાની શક્તિ જોઈને, તેમજ મહામહના
અંધકારને દૂર કરે તેવાં વચન સાંભળીને પણ માથાને યોગે જરાએ પ્રતિબોધ પામ્યો નહિ, મારા મન ઉપર અસદારે ૫. તેની જરાએ અસર થઈ નહિ અને મને એ
વાત જરાએ બેઠી પણ નહિ. એમ થવાનું કારણ તને કહું છું તે તું સાંભળઃ તને યાદ હશે કે હું જન્મ્યો ત્યારથી મારી સાથે બહલિકા (માયા) નામની એક બહેન થઈ હતી; તને વળી યાદ હશે કે એ મારી બહેન યોગને માર્ગ જાણતી હતી અને મરજી આવે ત્યારે મારા શરીરમાં પ્રવેશ કરીને મારા ઉપર આધિપત્ય (સત્તા) મેળવતી હતી. હું જ્યારે બુધસૂરિ પાસે આવે ત્યારે તે મારા શરીરમાં જ હતી અને પૂણે જેસથી ઉછળી રહી હતી. અને હે અગૃહીતસંકેતા! આવા આચાર્ય કે જે મહાત્મા હતા, અત્યંત દયાળુ હતા, પરેપકારી હતા, સર્વે બાબતમાં કુશળ હતા, મહાભાગ્યવાનું પ્રતાપી હતા, તેવા વિશુદ્ધ જીવનવાળા મહાપુરૂષને મેં એ બહલિકાની શીખવણીથી દુષ્ટાત્મા બનીને તે વખતે એક મેટા ધૂતારા માન્યા. મેં તો એમ જ માન્યું કે એ સાધુના વેશમાં કે ખરેખર પાખંડી આવેલ છે અને કેઈ ઇંદ્રજાળ જેવી રચના કરીને તેને
બેટી ચતુરાઈ બતાવી અને સારી રીતે છેતરનારે મહાત્માને ઘૂ. છે. હું વળી વિચારતો હતો કે અહો! આની ઠગતારા માન્યા. વિદ્યા તે જુઓ! એણે કેવી મોટી યુક્તિબંધ જાળ
પાથરી છે ! એનું વાચાળપણું પણ કેવું જબરું છે! અરે આનાથી છેતરાઈ ગયેલા રાજા વિગેરે મૂરખા છે, અક્કલ વગરના છે, ભોળા છે! અગ્રહીતસંકેતા! વાત એમ છે કે જે પ્રાણી એ બહલિકાને વશ પડેલા હોય છે તેઓ જાતે દુરાત્મા (અધમ) હાઇ આખી દુનિયાને ધૂતારી માને છે; જેની આખમાં કમળ થયેલ
૧ જુઓ ક. ૫. પ્ર. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org