________________
૧૩૨૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રારા ૧ બતાવી. વિમળે હું શા માટે નાસી ગયો હતો તે હકીકત જાણ્યા પછી ગુરૂમહારાજને પૂછયું “સાહેબ ! આપની આવી અમૃતધારા જેવી દેશના સાંભળ્યા છતાં મારે એ મિત્ર વામદેવ આવા પ્રકારની ચેષ્ટા કરે છે, આપનાં વાક્ય ઉપર પ્રતીતિ લાવતો નથી અને હજુ પણ રખડ્યા કરે છે ત્યારે શું તે ભવ્ય જીવ નથી ?” ગુરૂમહારાજે આ પ્રશ્નનો જવાબ આપતાં વિમળકુમારને કહ્યું
“કુમાર ! એ વામદેવ અભવ્ય તે નથી, પણ અજ્ઞાનીને ત્યારે એ આવા પ્રકારનું વર્તન કરે છે તેનું ખાસ ખુલાસો. કારણું છે તે તને કહી સંભળાવું છું. એને એક બહ
લિકા નામની અંતરંગ બહેન છે, તે મહા ભયંકર જોગણી છે, અંદર રહીને કારસ્થાન કરનારી છે અને વામદેવને તેના ઉપર ઘણો જ એહ છે. વળી એને એક તેંય નામનો અંતરંગ ભાઈ છે તેના ઉપર પણ એનો ઘણો રાગ છે. એ વામદેવ ઉપર એ માયા અને તેમનું ઘણું જોર ચાલે છે. તે બન્નેની અસરતળે એણે અત્યારે આવા પ્રકારનું વર્તન કર્યું છે. અગાઉ પણ એ બન્નેની અસરતળે જ એણે રવિગેરેની ચોરી કરી હતી. એ વામદેવના ઘણું વિચિત્ર વર્તનનું કારણ એકંદરે તે અંતરંગ ભાઈ બહેને (માયા અને તેય) જ છે. આવા પ્રકારનું એ વર્તન કરે છે તેમાં એને કાંઈ ખાસ દેષ નથી, એનું અત્યારે ચાલતું જ નથી, બાકી પ્રકૃતિથી તે એ ઘણું સુંદર છે, અત્યારે તે જે જે દોષો કરે છે તેનું કારણ તેને બહલિકા (માયા) અને તેય (ચોરી) સાથેનો સંબંધ જ છે.”
ગુરૂમહારાજનો આવો જવાબ સાંભળીને વિમળમારે એક ઘણે સૂચક સવાલ કર્યો “ગુરૂમહારાજ! ત્યારે એ બાપડો તે અંતરંગ દુષ્ટ ભાઈ બહેનથી કોઈ દિવસ છૂટશે ખરે કે નહિ? તે પણ આપ મને જણાવો.” ગુરૂમહારાજે અત્યંત ગંભીરતાથી જવાબ આપતાં કહ્યું “વિમળ!
ઘણું લાંબા કાળ પછી એ બન્ને ભાઈ બહેનથી એને ટકારાને છૂટકારે થશે, તેનું કારણ કહું છું તે લક્ષ્યમાં લઈ ઉ પા ય. લેજે અને એને છૂટકારે કેવી રીતે થશે તે પણ તું
સમજી રાખજે.
૧ ભવ્યઃ યોગ્ય સામગ્રીના સદુભાવે મેક્ષ જવા યોગ્ય છવ. ૨ મૂળ દૃષ્ટિએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org