________________
૧૩૨૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૫ એ 'લીલાવતી મંદકુમારની બહેન થતી હતી. હવે મન્દકુમાર એક દિવસ પિતાની બહેનને ઘેર ગ. સંગ એવો થયો કે જે વખતે મન્દકુમાર પિતાની બહેનને ઘેર ગયે તે અવસરમાં તેના ગયા પહેલાં એ લીલાવતીએ પોતાની શેકના દીકરાને મારી નાખવા માટે એક ઘણું હલકા માણસ પાસે ગંધને સંગ એકઠે કરાવ્યો અને તેની એક પડી તૈયાર કરી બાહ્યથી સુગંધી લાગતી તે વિષમય પુડી (પડિયું) એવી તૈયાર કરી હતી કે તેને સુંઘતાં જ સંઘનારનું મરણ થાય. હવે લીલાવતીએ અવસર જોઈને તેનો ઉપયોગ કરવા સારૂ એ પડિકાને પિતાના ઘરના બારણું આગળ મૂકી રાખ્યું. તેની ગણતરી એવી હતી કે શોકનો છેક આવીને તરત જ તે સુંઘશે એટલે એનું કામ પતી જશે. સુગંધી દ્રવ્યના પડિકાને બારણું આગળ ગોઠવીને તે ઘરમાં ગઈ, ત્યાર પછી થોડી જ વારમાં મન્દકુમાર ત્યાં આવી ચઢ્યો અને ઘરમાં દાખલ થતાં પેલું પડિકું તેણે જોયું. તે જ વખતે ભુજંગતાએ અંદરથી હુકમ કર્યો એટલે ભાઈસાહેબે એ પડિકું છોડ્યું અને ઘાણને એ ગંધ અર્પણ કર્યો. ધ્રાણે જેવું તે પહેલું સુંવ્યું કે તરત જ તેના આખા શરીરમાં મૂછ વ્યાપી ગઈ અને તે જ ક્ષણે તે જ વખતે મંદકુમાર જમીન પર પડી ગયો અને મરણ પામ્યું.
ઘાણની આસક્તિમાં લપટાયેલા મન્દકુમારના આવા હાલહવાલ થયેલા જાણીને બુધ કુમાર તેના સંબંધમાં વધારે વિરક્ત થયો.
- બુધ દીક્ષા, પછી બુકમારે પિતાની સાળી માગનુસારિતાને પૂછયું “ભદ્ર! મને આ પ્રાણથી તે હવે ઘણે કંટાળો આવ્યો છે. હવે મારે એની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન થાય અને એ મારાથી દૂર જ રહે એવો કેઈ ઉપાય બતાવો.”
માનુસારિતાએ જવાબમાં કહ્યું “દેવ! પેલી ભુજંગતાને ત્યાગ કરીને તમે સદાચારપરાયણ થઈ જાઓ અને સાધુઓના સમુદાયમાં રહે. એવી રીતે તમે સદાચાર સેવશે અને સાધુઓની વચ્ચે રહેશે એટલે એ ઘાણ તમારી પાસે હશે તે પણ તમને કઈ
૧ આ લીલાવતીનું પાત્ર નવું છે. મંદની બહેન હોવાથી અધમ પ્રકૃતિની હોય તે બનવા જોગ છે.
૨ શોકના પુત્રને મારવાની ઈચ્છાવાળી લીલાવતીએ પોતાના ભાઇનો ઘાત કર્યો તે વિચારવા યોગ્ય છે. અંતે નફટાઈ કરનાર પોતે જ ખાડામાં ઉતરે છે. આવા પ્રસંગ વ્યવહારમાં ઘણું બનતા જોવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org