________________
૧૩૧૮
પ્રકરણ ૧૯] મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ
ધ્રાણુ સાથે વર્તન.
(બુધને તત્સંબંધી નિર્ણય.) પિતાજી! આ પ્રમાણે બધી બાબતનો નિર્ણય કરીને હું તુરત અહીં આવ્યા. હવે મારે આપને કહેવાની હકીકત એ છે કે આ ઘાણ નામનો જે તમારે દોસ્તદાર થયું છે તે બિલકુલ સાર નથી, એ તો ભેળા માણસોને છેતરનાર છે અને મનુષ્યોને હેરાન કરનારે અને સંસારમાં રખડાવનાર છે. રાગકેસરિએ મનુષ્યોને હેરાન કરવા જે પાંચ માણસો મેકલી આપ્યા છે તેમને તે ત્રીજો માણસ છે.'
વિચારકુમાર પિતાના પિતા બુધ કુમાર પાસે આ હકીકત નિવેદન કરતો હતો તેવામાં તે ભાગનુસારિતા ત્યાં આવી ચઢી અને વિચારકુમારે જે હકીકત કહી હતી અને તે પછી બ્રાણુ સાથે કેવા પ્રકારનો સંબંધ રાખવો તે બાબતમાં જે હકીકત અને અભિપ્રાય બતાવ્યો હતો તે સર્વ બાબતનું તેણે સમર્થન કરી, વિચારની વાતને પિતાનો ટેકે આપ્યો, એને પરિણામે ઘાણનો ત્યાગ કરવા સંબંધમાં બુધના મનમાં પાકે નિર્ણય થયો.
ઘાણ સાથે વર્તના.
(મંદ તત્સંબંધે પ્રાણત્યાગ,) હવે બીજી બાજુએ પેલો મન્દકુમાર ભુજંગતાની સોબતમાં પડી જઈને ઘાણુ મિત્રની લાલનપાલન કરવામાં આખો વખત તૈયાર રહેતો હતો અને તેટલા સારૂ સારાં સારાં સુગંધી દ્રવ્યો મેળવવાની બાબતમાં હમેશાં પ્રયત્ન કરી રહ્યો હતો, પોતાના મિત્રને રાજી કરવા સારૂ અનેક કષ્ટ સહન કરીને પણ સુગંધી લેવાને પ્રસંગ કદિ છોડતો ન હતો. હવે હકીકત એમ બની કે એ જ ધરાતળ નગરમાં એક દેવરાજ નામનો રાજા હતો, તેને લીલાવતી નામની સ્ત્રી હતી.
૧ આ પ્રકરણની શરૂઆતમાં પ્રાણની ઉત્પત્તિ સંબંધી જે વાર્તા વિચારકુમારે પોતાના પિતા(બુધ)ને કહેવા માંડી હતી તે અત્ર પૂર્ણ થઈ. આ આખી વાર્તા ધવળરાજ સન્મુખ મહાત્મા મુનિએ કહેવા માંડી છે તે હજુ ચાલુ છે. તેની શરૂઆત પ્રકરણ ૧૭ થી થઈ છે.
૨ વિચાર પછી માર્ગ પર ચઢાય છે–એ વિકાસક્રમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org