________________
પ્રકરણ ૧૮] મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ
૧૩૧૧ દરેક બાબતમાં મૂળનાયક-વરરાજા તે એજ છે. આ પ્રમાણે હોવાથી
જ્યાં સુધી આપણું સૈન્ય ઉત્તમ છે, હિત કરનાર છે અને ખાસ સંબંધ કરવા લાયક છે એમ તે જાણે નહિ અને જ્યાં સુધી તે આપણી બાજુમાં આવે નહિ ત્યાં સુધી લડાઇની તૈયારી કરવી, પ્રયાણ કરવું કે લડાઈ કરવી એમાં કાંઈ અર્થે નથી, એ સર્વ નકામું છે; રાજનીતિ કહે છે કે તેવા વખતે તે સામ નીતિને આશ્રય કરો, ઘેર બેસી રહેવું અને ઉપેક્ષા કરવી, હાથીની જેમ જોયા કરવું-એજ વધારે ઉચિત છે. કેઈ કામ જોઈને સમજુ માણસો પ્રથમ સંકોચ પણ કરે છે, જેમ હાથીને મારવાના વિચારમાં આવેલો સિંહ મોટી ફાળ મારવા પહેલા સંકોચાય છે તેમ સમજુ પ્રાણુ કદાચ કામથી નાસી જાય પણ તે તેનું નાસવાનું કામ સમજણપૂર્વકનું હોય તે તેમ કરવામાં તેનું પુરૂષત્વ ગળી જતું નથી; જ્યારે સામા મેંઢાને મેટે પ્રહાર કરવો હોય છે ત્યારે લડાઈ કરવા ઉઘુક્ત થયેલો મેચ્યો પણું પ્રથમ તો જરા પાછો હઠે છે, પાછો હટીને જોર એકઠું કરીને માથું મારે છે.”
સદર્શન–“આર્ય! પણ એ સંસારીજીવે તો આપણને ઓળખશે કે નહિ તેની કાંઈ ખબર પડતી નથી અને અત્યારે આપણને જેવી હેરાનગતિ કરે છે તેવી હેરાનગતિ પેલા શત્રુઓ તે વારંવાર કરશે અને આપણને ત્રાસ આપ્યા જ કરશે. જુઓ! આજે તો એમણે લાગ જોઈને આપણું એક સેનાની સંયમને હેરાન કર્યો અને કાલે કદાચ એ આપણને સર્વને મારવા મંડી જશે તો પછી બેસી રહેવું તે કઈ રીતે થગ્ય નથી, કારણ કે સંસારીજીવનું કાંઈ ઠેકાણું નથી.”
સદુધ–“આર્ય! આ બાબત યોગ્ય વખતે સાધી શકાય તેવી છે તેથી તમે ઉતાવળ કે ગભરામણ કરે નહિ. એ સંસારીજીવ આપણને વહેલ મોડે બરાબર જાણશે માટે વ્યાકુળ ન થાઓ. એનું ખાસ કારણ છે તે આપ વિચારી જુઓ–પેલા કર્મપરિણામ મહારાજા છે તે આપણું લશ્કરમાં છે અને દુશ્મનના લશ્કરમાં પણ છે અને એ લગભગ દરરોજ બન્ને બાજુનો સરખે પક્ષ કરે છે. વળી બીજી વાત એમ છે કે સંસારીજીવ પિતે પણ એ કર્મપરિણમ મ
હારાજા જે વચન બોલે છે તે આખુંને આખું ઉપાડી કાળસાય લે છે અને તેના હુકમ પ્રમાણે વર્તે છે. મને તો એમ
લાગે છે કે કઈ વખત ભવિષ્યમાં લાગ જોઈને એ કર્મપરિણામ રાજા સંસારીજીવ પાસે આપણું બરા
સાદવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org