________________
૧૩૧૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા,
[ પ્રસ્તાવ ૫
પણ કહેવામાં આવે છેઃ ચાર વેદ, છ અંગ અને ધર્મ, મિમાંસા, તર્ક, તથા પુરાણુ, આ સર્વ વિદ્યાએ રાજનીતિજ્ઞે જાણવી જોઇએ. છ અંગમાં શિક્ષા, કલ્પ ( ક્રિયાવિભાગ), વ્યાકરણ, નિર્ઝા, છંદ અને જ્યોતિન્ આવે છે.)
“ આ સર્વ રાજનીતિનાં ગુણેા, અંગો, શક્તિ, ઉદયા, સિહિં, નીતિ અને રાજવિદ્યા પૂજ્ય મહારાજાને અને આપ સેનાપતિને સારી રીતે વિદિત છે તેથી તેનાપર વિવેચન કરવાની જરૂર રહેતી નથી. માત્ર જે કહેવાનું છે તે એજ છે કે
મૂળના વાંધા.
केवलं ज्ञातशास्त्रोऽपि, स्वावस्थां यो न बुध्यते । तस्याकिञ्चित्करं ज्ञानमन्धस्येव सुदर्पणः ॥
પ્રાણી ગમે તેટલા શાસ્ત્રો જાણુતા હેાય પણ જો તે પાતાની અવસ્થા બરાબર સમજતા ન હેાય તે। જેમ આંધળા માણસની પાસે આરિસે ધરવામાં આવે તે નકામેા થાય છે, તેમ તેનું જ્ઞાન પણ નકામું થાય છે, ન સાધી શકાય તેવી મામત મેળવવા માટે જે પ્રાણી પ્રવૃત્તિ કરે છે અને ચેાગ્ય વિવેક તેને અંગ રાખતા નથી તેની લેાકેામાં હાંસી થાય છે અને તે પાતે મૂળથી નાશ પામે છે. હવે ભાઇસાહેબ ! તમે જે કામ આવ્યું છે તેનાં મૂળ તે પ્રથમથીજ નાશ પામેલાં છે તે જરા વિચારી જુએ! અને તેમ હેાવાથી તમને ગમે તેટલા લડાઇ કરવાના કે શત્રુને જીતવાના ઉત્સાહ હેાય તે શા કામના? હું આ પ્રમાણે કહું છું તેનું કારણ તમે સાંભળેઃ આ આખું ભચક્ર, આપણે પોતે, પેલા (મહામેાહ વિગેરે) આપણા મેટા દુશ્મના અને પેલા મહામળવાન કર્મપરિણામ નામના આપણા મહારાજા એ સર્વ પેલા મહાત્મા પુરૂષના તાબામાં છે, એના ઉપર આધાર રાખનારા છે, એ મહાત્માનું નામ 'સંસારીજીવ છે જેના તાખામાં આ આખી મહા અટવી છે; અને એ બાપા સંસારીજીવ તા મારા જેવાનાં નામ પણ હજુ જાણતા નથી અને મહામેાહ વિગેરે શત્રુએને પેાતાના ઘણાં વહાલાં માને છે. હવે વાત એમ છે કે જે લશ્કર અથવા માજી ઉપર સંસારીજીવને વધારે પક્ષપાત હેાય તે લશ્કરના વિજય થાય છે તે બાબતમાં જરા પણ શંકા જેવું નથી, કારણ કે
૧ જે જીવને ઉદ્દેશીને વાત ચાલતી હોય તેના પૂરતી આ હકીકત સમજવી. અત્યારે સંસારીત્ર જે પેાતાની વાત સદાગમ સમક્ષ કરે છે. તેના પૂરતી વાત છે. પણ યાગ્ય ફેરફાર સાથે તે હકીકત સર્વે સંસારીજીવાને લાગુ પડે છે એમ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org