________________
પ્રકરણ ૧૯] મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ
૧૩૦૯ પ્રેરણા) શક્તિ કેટલી છે, પિતાનું બળ કેટલું છે તેને વિચાર કરવો; ૨ પ્રભુશક્તિ અથવા પ્રભાવશક્તિ એટલે રાજ્યતેજ અથવા રાજાને પોતાનો પ્રભાવ અથવા મુખ્ય સ્થાન; અને ૩ મંત્રશક્તિ એટલે સારી સલાહ મેળવવાની શક્તિ. આ ત્રણે પ્રકારની શક્તિ રાજનીતિને અંગે ખાસ પ્રાપ્ત કરવા યોગ્ય છે, વધારવા ગ્ય છે અને એ ત્રણ શક્તિને સમુદાય એટલે રાજ્યસત્તા છે એમ સમજવું. એ ત્રણે શક્તિ જેમ વધારે તેમ રાજ્યસત્તા વધારે એમ નીતિકારોનું માનવું છે.
નીતિકારે ત્રણ પ્રકારના ઉદય કહે છે. એ ત્રણ પ્રકારની શક્તિથી પ્રભુતા ઉત્પન્ન કરાય છે અને મંત્રશક્તિમાં જેટલું બને તેટલો વધારો કરવો એ ત્રણેને ઉદય બતાવે છે.
નીતિને અંગે ત્રણ પ્રકારની સિદ્ધિ બતાવવામાં આવી છે સેનાનો લાભ, મિત્રનો લાભ અને જમીનનો લાભ. સોનામાં સર્વ ધનનો સમાવેશ થાય છે; મિત્રને લાભ એટલે દુશ્મનની સાથે સુલેહ કરવી તે અને જમીનને લાભ સુપ્રસિદ્ધ છે.
ચાર પ્રકારની નીતિ સુપ્રસિદ્ધ છે ૧ “સામ” એટલે સમજાવવું, ૨ ભેદ એટલે સામામાં ભેદ પડાવ, ૩ “દાન” એટલે પૈસા આપવા અને “દંડ” એટલે તેને સજા કરવી. આ સામાદિ ચારે નીતિને અને ત્રણ અંતર નીતિને વિચાર ઉપર નીતિના પ્રથમ અંગને પ્રસંગે થઈ ગયા છે. તેમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે પ્રથમની ત્રણ નીતિ છે તે પ્રથમ તપાસવી અને તેમાં જે ફાવી ન શકાય તે છેવટે દંડ નીતિને અમલમાં મૂકવી.
રાજાએ ચાર પ્રકારની વિદ્યાઓ પોતાની નજરમાં ખાસ રાખવા ગ્ય છે. ૧ “આન્ધીક્ષિકી” એટલે તર્કવિદ્યા; ૨ “ત્રયી એટલે સામવેદ યજુર્વેદ અને વેદ એ ત્રણ વેદનું જ્ઞાન ૩ “વાર્તા એટલે ખેતીવાડી, એનો અર્થ કથાનુગ અથવા ઇતિહાસ પણ થાય છે, અને ૪ દંડનીતિ એટલે લડાઈ ક્યારે કરવી વિગેરેનું જ્ઞાન. (આ ચારે વિદ્યામાં બ્રાહ્મણ, ક્ષત્રીય અને વૈશ્યનાં કાર્યોને સમાવેશ થાય છે. મનુ આ ચાર વિદ્યાસાથે પાંચમી આત્મવિદ્યા ઉમેરે છે જ્યારે અન્ય નીતિકારે તેને આન્ધીક્ષિકી વિદ્યામાં સમાવેશ કરે છે. અન્યત્ર વિદ્યાના ચૌદ પ્રકાર
૧ ત્રણ ઉદયનાં નામ ગ્રંથકારે આપ્યાં નથી, શક્તિનાં જે ત્રણ નામો ઉપર આ તેજ હદયનાં નામે હેવાને સંભવ તથા શબ્દથી થાય છે. ત્રણ ઉદયનાં નામઃ રાજ્યરક્ષણ, પ્રજા ભક્તિ અને શત્રુ (૧) મળી આવ્યાં છે.
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org