________________
૧૩૦૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૫ ભાવ” એટલે એકની સાથે કાંઈ વાત કરવી અને અન્યની સાથે બીજી વાત કરવી છે. કારસ્થાનીપણુને આમાં સમાવેશ થાય છે. કેટલાક નીતિકારોના મત પ્રમાણે તૈધીભાવ એટલે લશ્કરના બે વિભાગ પાડી યુક્તિથી શત્રુને મહાત કરે. ૫રરાજ્યના સંબંધમાં આ છ ગુણો ખાસ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે.)
“રાજનીતિનાં પાંચ અંગ બતાવવામાં આવ્યાં છે. ૧ કઈ પણ કાર્ય કરતાં ઘુંચવણ આવે ત્યારે તેના ઉપાયો જી રાખવા. (ઉપાય ચાર પ્રકારના નીતિકારે બતાવે છે. સામ: સમજાવવું; દાન: પૈસાની લાલચ દેવી. ભેદ: શત્રુમાં પરસ્પર ભેદ પડાવો. દંડ: સજા કરવી; એ ઉપરાંત ત્રણ બીજા ઉપાય પણ કેટલાક નીતિકારે બતાવે છે: માયા: છેતરપીંડી; ઉપેક્ષા: બેદરકારી અથવા ચાલાકી અને ઇંદ્રજાળ: જાદુથી છેતરવું). ૨ દેશ અને કાળને વિભાગ (ભૂગોળનું સ્પષ્ટ જ્ઞાન અને ઋતુઓ ઓળખવાની સમજણુ, તેમજ દરેક દેશ અને ત્યાંની ઋતુને અંગે થતા ફેરફારે વિગેરેનું સ્પષ્ટ જ્ઞાન ). ૩ પુરૂષ અને દ્રવ્ય (મતલબ પિતાની પાસે પુરૂષનું લશ્કર કેટલું તૈયાર છે, કેટલું બાકીમાં છે અને કેટલું લાવી શકાય તેવું છે અને પોતાનું ધન કેટલું પહોંચશે, સાધનો કેટલી હદ સુધી કામ આપશે એનું સ્પષ્ટ જ્ઞાન). ૪ આપત્તિઓનો ઉપાય (કઈ પણ વખતે આપત્તિ આવી પડશે તે ધારી લઈને તેના ઉપાયે પ્રથમથી જ રાખવા, તેને માટે ગોઠવણું કરી રાખવી અને તેને અંગે સર્વે વ્યવસ્થા કરી રાખવી). ૫ કાર્યસિદ્ધિ (પિતાનું મુખ્ય કાર્ય-સાથે શું તે સ્પષ્ટ રીતે લક્ષ્યમાં રાખવું, તેની સિદ્ધિ તરફ ચાલ્યા જવું અને વચ્ચે નકામી બાબતે આવે તો તેમાં ફસાઈ પડવું નહિ કે તેમાં સિદ્ધિ માનવી નહિ). જે રાજનીતિજ્ઞ પુરૂષ હોય છે તે આ પાંચ રાજનીતિના અંગોને બહુ સારી રીતે જાણતા હોય છે.
“રાજ્ય સત્તાને અંગે ત્રણ પ્રકારની શક્તિને લક્ષ્યમાં રાખવાની છેઃ ૧ ઉત્સાહશક્તિ એટલે પિતામાં કાર્ય કરવાનો ઉત્સાહ (માનસિક
૧ વર્તમાન મહા યુદ્ધ યુરોપમાં ચાલે છે તેને અંગે આ છ અંગે વિચારીએ તો સ્થાનમાં લડાઈની ભૂમિ, યાનમાં ત્યાં લઈ જવાની ગોઠવણ-ટ્રાન્સપોર્ટ, સંધિ રૂસિયાએ જર્મની સાથે કરી તે, વિગ્રહ શરૂઆતમાં લડાઈ જાહેર કરી તે, સંશ્રય એટલે ઇગ્લાંડે જાપાન સાથે કરેલ પરસ્પર બચાવના કોલકરારે (mutual defensive alliance,) અને સૈધીભાવ તે જર્મનીએ બશ્રીઓને પોતાના પક્ષમાં લીધું અને ઈંગ્લાંડ ક્રાંસે અમેરિકાને પોતાની તરફેણમાં લીધું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org