________________
૭૧૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ સાથેના સહાભ્યાસી રાજપુત્રોએ જો એટલે તેઓ મારા એ કામથી ઘણુજ ઝંખવાણું પડી ગયા. તેઓએ ઘણું ધીમા અવાજથી મને કહ્યું “અરે અરે! કુમાર ! આ તો તે ઠીક કામ ન કર્યું! ગુરૂમહારાજનું આ આસન વંદન કરવા યોગ્ય અને પૂજન કરવા યોગ્ય ગણાય, તેના ઉપર તારા જેવો બેસી જાય છે તે કોઈ પણ રીતે ઉચિત ન જ ગણુય. એના ઉપર (વિદ્યાર્થી છતાં) બેસવાથી કુળને કલંક લાગે છે, સર્વત્ર ગેરઆબરૂ થાય છે, પાપ લાગે છે અને આઉખું ઓછું થાય છે.' એ સર્વ રાજકુમારો જેઓ મારી રસાથે બોલતાં પણ કંપતા હતા
તેમને મેં જવાબ આપ્યો “અરે! મૂર્ખાઓ! તમે સહાધ્યાયીને મને શિખામણ આપવા આવનારા કેણ? નીચે ! દબડાવ્યા. તમે તમારી સાત પેઢીઓને પઢાવતા રહો! જે મને
શિખામણ દેવા ફરીવાર આવ્યા તે તમારી વાત તમે જાણ્યા!” મારે આવો ઉત્તર સાંભળીને એ તે બાપડા ચૂપજ થઈ ગયા. ત્યાર પછી ઘણે વખત ગુરૂમહારાજના આસન (ખુરશી)પર બેઠા પછી હું મારી ઈચ્છા પ્રમાણે ચેષ્ટા કરતા કેટલીક વારે ત્યાંથી ઉો.
થોડા વખતમાં અમારા કળાચાર્ય ત્યાં આવી પહોંચ્યા.
સાથેના વિદ્યાર્થીઓએ મારી સવે વાર્તા ગુરૂમહાબચાવ. રાજને કહી દીધી, જે સાંભળીને ગુરૂમહારાજ પોતાના
મનમાં મારા ઉપર ઘણું ગુસ્સે થયા અને મને બેલાવીને એ સંબંધમાં ખુલાસો કરવા જણાવ્યું. જવાબમાં મેં અસૂયા પૂર્વક જણાવ્યું “અરે! શું! હું તે એવું કરું? વાહ! આપમાં આટલું બધું શાસ્ત્રનું જ્ઞાન છે ! આપ બહુ સારી રીતે માણસની પરીક્ષા કરે છે અને બહુ વિચારપૂર્વક બેલેછો ! ધન્ય છે! ધન્ય છે આપના દીર્ઘદર્શીપણુને કે જેથી આપ આવા ખોટું બોલનારા અને મારી ઉપર ઈર્ષ્યા કરનારા તોફાની છોકરાઓનાં વચનથી ભોળવાઈ જઈને મને ઠપકે આપો છો, પણ આપ લુચ્ચા છોકરાઓની મારી સામેની એકસંપીથી છેતરાઈ ગયા છે. આપે આવી રીતે મને ઠપકો આપવો એ ઠીક ગણાય નહિ” આ જવાબ સાંભળીને ઉપાધ્યાય પોતાના મનમાં જરા ઝંખવાણું પડી ગયા. તેમણે મનમાં વિચાર કર્યો કે એ રાજપુત્રો ખોટું બોલે તેવા નથી અને આ પ્રસંગે ખોટું બોલતા હોય એમ લાગતું પણ નથી અને આ ભાઈશ્રી બીજા ઉપર અસત્યનું આળ
ખાટા
૧ ગુણ ઉપર દેશને આરેપ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org