________________
પ્રકરણ ૨] મૃષાવાદ.
૭૧૭. આ રિપદારૂણુપર સેંકડે પ્રયતે કરવામાં આવે તે પણ જેમ શ્વાનની પૂંછડીને સેંકડો વાર સીધી કરીએ પણ પાછી વાંકીને વાંકી થઈ જાય છે તેમ તે કદિ પણ સુધરે તેવું લાગતું નથી.
એવા એવા વિચાર કરીને મહામતિ કળાચાર્ય તે વખત સુધી મારા અભ્યાસ ઉપર ખાસ ધ્યાન આપતા હતા તે પોતાના પ્રયત્નમાં ધીમા પડી ગયા અને મને ઠેકાણે લાવવા સારૂ જે વ્યવહારોપયોગી ભાષણે મને ખાસ પોતાની પાસે બોલાવીને આપતા હતા તે સર્વ પ્રચાર બંધ કરી દીધો અને મને ધૂળ જે (દરકાર કરવાને અયોગ્ય) ગણ મારી તરફ ઉપેક્ષા બતાવવા લાગ્યા, પરંતુ એમના ઉપર મારા પિતાશ્રીની છાયા ઘણુ પડતી હોવાને લીધે પિતાના મોઢા ઉપર મારા તરફની અવગણનાને જરા પણ વિકાર બતાવતા ન હતા અને મને એક પણ કડવું શુકન કહેતા નહોતા, મારી સાથે અભ્યાસ કરનારા બીજા રાજપુત્રો હતા તેઓએ
પણ જ્યારે જાણ્યું કે હું શિલરાજ અને મૃષાવાદની તજી દેવાયલે સેબત મૂકી શકું તેમ નથી ત્યારે તેઓ પણ મારાથી રિપુ દા રૂ . દૂર રહેવા લાગ્યા. વાત માત્ર એટલી બની કે પુ
દય મિત્ર મારી સાથે હોવાને લીધે કે તેઓ મને હટાવી દેવાને-પા પાડવાને અનેકવાર વિચાર કરતા હતા પણ તેને કદિ અમલમાં મૂકી શકતા નહિ. આ બાજુએ મારા સંબંધમાં એમ થવા માંડ્યું કે જેમ જેમ શિલરાજ અને મૃષાવાદને મારા પર એહ વધતો ગયો અને તેની અસર સ્પષ્ટ જણુંવા લાગી તેમ તેમ મારે મિત્ર-પુણ્યોદય એ છ એ છ આછા આછો થતો ગયો.
ગુરૂનું અપમાન-અસત્ય ભાષણ, મારે પુણ્યદય મિત્ર એવી રીતે ઘસાતો ચાલે ત્યારે એક
વખત મારા મનમાં ગુરૂમહારાજ (કળાચાર્ય)નું ઉઘાડું ગુરૂને
અપમાન કરવાની ઈચ્છા થઈ આવી. એક વખત આસને. એવું બન્યું કે કોઈ કામ સારૂ અમારા ઉપાધ્યાય
બહાર ગયા એટલે તેઓને બેસવાના મેટા મૂલ્યવાન આસન ઉપર હું ચઢી બેઠે. ગુરૂના આસન પર બેઠેલે મને મારી
૧ ગુરૂના આસન પર બેસવું એ ગુરૂનું મેટામાં મોટું અપમાન પૌવંય નિયમ પ્રમાણે ગણાય છે, એ ગુરૂની આશાતના છે. પાશ્ચાત્ય નિયમ પ્રમાણે પણ ગુરૂની (શિક્ષક કે પ્રોફેસરની) ખુરશી પર વિદ્યાથથી બેસતું નથી પણ એમાં પવિત્રતાને ખ્યાલ હોતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org