________________
૭૧૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ ૪
બન્યું કે ગુરૂ મહારાજ જેમ જેમ મારા તરફ વધારે આદર બતાવતા ગયા તેમ તેમ મારે શૈલરાજ મિત્ર મારામાં વધારે વધારે વૃદ્ધિ પામતે ગયો અને એની પરવશતાને લઈને મારા ખુદ ઉપાધ્યાયનું જ જાતિની બાબતમાં, જ્ઞાનની બાબતમાં અને રૂપની બાબતમાં વારંવાર અપમાન કરવા લાગ્યો. મારું અભિમાન નિરંતર વધતું જ ગયું, સર્વને સર્વ બાબતમાં ઉઘાડી રીતે હું મારાથી હલકા માનવા લાગ્યો અને શબ્દોમાં તેમજ વર્તનમાં તેવું બતાવવા લાગ્યો. મારી એવા પ્રકારની સ્થિતિ જોઈને મહામતિ કળાચાર્ય પિતાના
મનમાં વિચાર કર્યો કે-કેઇને સન્નિપાત થયેલ હોય વિદ્વાન ગુરૂના તેને જેમ સુંદર ક્ષીરનું ભોજન અપથ્ય હોય છે તેમ પwા નિર્ણયો. આ બાપડા ઉપર શાસ્ત્રઅભ્યાસની મહેનત કરવી
તે ઉલટી તેને વધારે નુકશાન કરાવનારી છે અથવા જેમ કેઈને સખ્ત પછાડ લાગ્યો હોય તેને ખટાશ ખવરાવવામાં આવે તે લાભ કરવાને બદલે આખે શરીરે સજા થઈ આવે છે તે પ્રમાણે હેવાથી નરવાહનરાજા જે કે પોતાના પુત્ર ઉપરના પ્રેમને લઈને તે છોકરે કઈ પણ રીતે ગુણ ધારણ કરે તેમ કરવાને ઘણું આતુર રહે છે અને તેમ કરવા માટે ગમે તેમ કરીને મને વારંવાર ઉત્સાહ આપ્યા કરે છે, પરંતુ આ રિપદારૂણ તદ્દન અપાત્ર જણાય છે અને મારા પિતાના વિચાર પ્રમાણે તે એને સર્વથા છોડી દે એજ ઉચિત છે, કારણ કે એ કઈ પણું પ્રકારના જ્ઞાનદાનને જરા પણ ગ્ય નથી. એક સાધારણ નિયમ છે કે.
यो हि दद्यादपात्राय संज्ञानममृतोपमम् ।
सः हास्य स्यात् सतां मध्ये भवेच्चानर्थभाजनम् ॥१॥ જે અમૃતસમાન જ્ઞાનને લેગ્ય ન હોય તેવા કુપાત્રને જ્ઞાન આપે છે તે પોતાની ફરજ બજાવતો નથી, લેકમાં હસીને પાત્ર થાય છે અને અનર્થના પરિણામો સહન કરવાને લાયક થાય છે,
૧ વાત પિત્ત અને કફની વિષમતાને પરિણામે “સન્નિપાત” થાય છે જે ઘણો સખ્ત વ્યાધિ છે અને તેથી ઘણું માણસ મરણ પામે છે. એ સન્નિપાતના વ્યાધિવાળાને દૂધ આપવામાં આવે તો આયુર્વેદ વૈદકના નિયમ પ્રમાણે તેના વ્યાધિમાં ઘણે વધારે થઈ જાય છે. (નવીન વૈદક શાસ્ત્ર-એલોપથીમાં આથી ઉલટી જ સિદ્ધાંત છે એવું ડાકટરે કહે છે. તેઓ સન્નિપાતવાળાને દૂધ છુટથી આપે છે.).
૨ પછાડ ઉપર ખટાશ સન લાવે છે એટલે કદાચ દેખાવમાં જાડાશ વધારે જણાય છે પણ તે નુકશાનકારક જ છે, તેમ અપાત્રને અભ્યાસ કદાચ ઉપર ઉપરની સા જેવી જાડાશ આણે પણ પરિણામે તે તેને નુકશાનકર્તા જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org