________________
પ્રકરણ ૨] મૃષાવાદ,
૭૧૫ ભણાવવાનો છે? અરે ! એ તે સાધારણ માણસને ગુરૂ થાય, મારા જેવાને તે વળી કદિ કેઈ ગુરૂ હોય! તો શાસ્ત્ર ભણવા માટે એવા ને પગે કદિ પડવાનો નથી. તમારે હુકમ છે તે હું તેની પાસે સર્વ કળાઓને અભ્યાસ કરીશ, બાકી તેમને વિનય કાંઈ પણ કરવાનો
નથી.'
મારા પિતાએ પછી કળાચાર્યને એકાંતમાં લઈ જઈને કહ્યું “આ ભારે છોકરે મહા અભિમાનમાં લેવાઈ ગયેલ છે, તેથી એનામાં કઈ પણ પ્રકારનો અવિનય કે એવું બીજું કઈ દુષણ જોવામાં આવે તો તેથી તમારે જરા પણ ઉદ્વેગ કરો નહિ, પરંતુ તમારે એને વિદ્યાકળાને સારી રીતે અભ્યાસ કરાવવો.”
ઘણી નમ્રતા પૂર્વક મારા પિતાએ આવા શબ્દો કળાચાર્યને કહ્યા તેની કળાચાર્યપર ઘણી અસર થઈ. જવાબમાં “જે રાજેશ્રીનો હુકમ !” એટલું તેઓ બોલ્યા. કળાચાર્ય જેમનું નામ મહામતિ હતું તેમણે પોતાના મનમાં વિચાર ર્યો કે-જ્યાં સુધી શાસ્ત્રમાં રહેલા સુંદર ભાવો આ ભાઈશ્રી (રિપુદારૂણ)ના ધ્યાનમાં આવ્યા નથી અને જ્યાં સુધી બાળપણ હોવાને લીધે છોકરવાદથી એનું રમત ગમતમાં વધારે મન છે ત્યાં સુધી ખોટા અભિમાનથી લેવાઈ જઈને એ આ પ્રમાણે જેવું તેવું ગર્વનું વચન બોલે છે, પરંતુ એક વખત શાસ્ત્રમાં રહેલ સુંદર ભાવો તેના સમજવામાં આવશે ત્યારે મદને છોડી દઇને તે જરૂર નમ્ર થઈ જશે. કળાચાર્ય આવો નિશ્ચય પોતાના મનમાં કરીને મને પોતાની સાથે લઈ લીધો અને સર્વ પ્રકારના આદર પૂર્વક મને ગ્ય કળાઓને અભ્યાસ કરાવવા માંડ્યો.
અભ્યાસકાળમાં અભિમાન, તેની અભ્યાસપર અસર,
સેબીએ કરેલો બહિષ્કાર એ કળાચાર્યની પાસે બીજા પણ અનેક રાજકુમારે કળાને અભ્યાસ કરતા હતા પરંતુ તેઓ સર્વ તદ્દન શાંત અને ગુરૂમહારાજને
ગ્ય વિનય કરવામાં આતુર હતા; પરંતુ મારા સંબંધમાં તો એવું
૧ મૂળમાં વાક્ય છે કે મીવિનય કૂનમચ સન્માતૃદિતમ્ આ એક સોગન ખાવાની રીત છે. બધા લોહી પચે પણ માનું લોહી પચતું નથી. ભાષામાં પણ સેગન ખાતા ‘તમારું લોહી” એમ બોલાય છે. મતલબ એ જણાય છે કે તેમને વિનય કરવાના તો મને સેગન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org