________________
૧૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૪ હોય ત્યાં નારદનું કામ કરી લડાઈ કરાવી શકહ્યું અને આ દુનિયામાં ઘણી મુશ્કેલીમાં મળી શકે એવી કઈ પણ વસ્તુ મેળવવાની હું ચિંતવિના કરું તે સર્વ મારા સદરહુ મિત્રની કૃપાથી મેળવી શકું છું. ખરેખર, મારા મોટા પુણ્યના યોગથી જ એ મિત્ર મને મળી ગયો છે! એજ મારો ખરેખરો ઈષ્ટ મિત્ર છે અને જેવાં છે તેવાં ફળ આપનાર એ તો ખરેખર આખી દુનિયાને વંદન કરવા ગ્ય છે. દુનિયા તેને એટલું બધું માન આપે તેમાં કાંઈ નવાઈ નથી. અહો અગૃહતસંકેતા! તે વખતે આવા આવા અને બીજા અનેક સાચા ખોટા વિચારો અને કતકો કરીને મેહને લીધે મૃષાવાદ ઉપર મારા મનને બરાબર સ્થાપન કરી દીધું. જો કે તેના સંબંધથી મને ઘણે અનર્થો થતા હતા, કંઈક ન કરવા યોગ્ય કામ હું કરી બેસતો હતો અને શિક્ષાનું પાત્ર તે હતો, પણ મારી સાથે ગુપ્ત રીતે ભારે પૃદય મિત્ર રહ્યા કરતા હતો તેથી મને આવેલ સંકટ કે જવાબદારી દર થઈ જતાં હતાં, પરંતુ મારા મન ઉપર મોહરાજાએ પોતાનું એટલું સામ્રાજ્ય સ્થાપન કર્યું હતું કે હું પુણોદયને પ્રભાવ કદિ સમજતો જ નહિ અને મૃષાવાદમાં જ જાણે ગુગેની માળાની માળા હોય એમ જ દેખતે હતા !!
કળાચાર્યને સોંપતી વખત પુત્રને અવિનય, વિદ્યારસિક રાજાએ ગુરૂને કરેલી ભલામણ.
મહામતિ કળાચાર્યની પોતાની કળાપર શ્રદ્ધા. આવી રીતે શિલરાજ અને મૃષાવાદની સાથે આનંદ વિનોદ કરતાં કરતાં હું મોટે થયો એટલે મારે અભ્યાસ કરવાનો સમય પ્રાપ્ત થશે. તેટલા માટે મારા પિતાજીએ કળાચાર્યને પોતાની પાસે બોલાવી તેની પદવીને યોગ્ય તેને માન સન્માન આપી તેની પૂજા કરી ઘણું આનંદપૂર્વક અભ્યાસ કરાવવા માટે મને તેઓશ્રીને સ. સપતી વખતે પિતાજીએ મને કહ્યું “વત્સ! આ તને જ્ઞાન ભણાવનાર તારા ગુરૂ છે, માટે તેમને પગે પડીને તું તેમનો શિષ્ય થા.” મેં અભિમાનમાં મારા પિતાને જવાબ આપ્યો કે “અરે પિતાશ્રી ! તમે આવી વાત મારી પાસે કરે છે તે તમે તદ્દન ભેળા જણુઓ છે ! અરે ! એ કળાચાર્ય તે મારા કરતાં શું વધારે જાણે છે? અને મને તે શું
૧ દુનિયામાં લુચ્ચાઈ તરકટ કે અસત્ય ભાષણને પરિણામે કોઇવાર પ્રાણી પકડાઈ જતો નથી ત્યારે તેમાં તે પોતાની હંશિયારી સમજે છે, પોતાનું પુણ્ય આડું આવ્યું છે એમ તેને કદિ લાગતું નથી, પાસા અવળાં પડે ત્યારે જ તે કર્મને દેષ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org