________________
પ્રકરણ ૨} મૃષાવાદ,
૭૧૩ રાજા, રાણી અને મૃષાવાદ કુંવરનું જ સ્વરૂપ બતાવ્યું છે તે તે ત્યાર પછી જાગ્યું, પરંતુ જે વખતે હું તેમના કિલષ્ટમાનસ નગરે ગયો તે વખતે એ કેઇનું કાંઇ પણ સ્વરૂપ મહામહને લીધે હું જાણું શક્યો ન હેતે. મેં તે તે વખતે પેલા મૃષાવાદને ભારે મોટો ભાઈ હોય તેમ ધારીને તેને મારા પરમ ઈષ્ટ મિત્ર તરીકે ગણી લીધું અને ચેડા વખતમાં તે તેની સાથે પ્રેમ વધારી દીધો અને વાત એટલી વધી ગઈ કે જાણે તે મારા શરીરથી જરા પણ જુદો ન હોય અને જાણે હું અને તે એક જ હોઈએ તેમ થઈ ગયું.
દસ્તીને પરિણામે વિક. વધતી જતી દોસ્તીની અસરે,
પુણ્યપ્રભાવ; પણ સમજાયો નહિ, મૃષાવાદ સાથે ઘણે સંબંધ જામ્યા પછી તેને હું મારા સ્થાન તરફ સાથે લઈ આવ્યો. તેની સાથે આનંદ વિનાદ કરતાં મારા મનમાં નવા નવા તર્ક વિતર્ક થવા લાગ્યા. જેવા કે મને આવી સર્વ પ્રકારની સંપત્તિ અપાવનારે મૃષાવાદ નામનો મિત્ર મળી ગયો અને તે સેહપૂર્વક હમેશ ને માટે મારા હૃદયમાં રહેવાનું છે તેથી ખરેખર હું ઘણો જ વિચક્ષણ છું, નિપુણ છું, હુંશિયાર છું, મને સારી વસ્તુ બરાબર મળી આવી છે અને આ બીજા બધા મૂર્ખ માણસો છે તે તે લગભગ પશુ જેવા છે! મારા મિત્રના પ્રતાપથી હું તે કાંઈ કાંઈ નવાઈએ કરી બતાવું છું. તદ્દન ખોટા અથવા ન હોય તેવા પદાર્થમાં સાચા અથવા છે જ એવી બુદ્ધિ હું ઉત્પન્ન કરાવું છું અને તેના જ જોરથી સદ્ભુત (સારા, હયાતિ ધરાવનાર) પદાર્થોમાં અસદબુત બુદ્ધિ હું ઉત્પન્ન કરાવું છું. હું જાતે કઈ મોટું સાહસ ખેડી નાખું છું તે મારા સારા મિત્રની કૃપાથી તેની સર્વ જવાબદારી બીજા માણસ ઉપર એકદમ ઢાળી નાખું છું. મારી મરજી પ્રમાણે ચોરી કરું કે પરસ્ત્રી સાથે ગમન કરું કે બીજે કઈ પણ ગુન્હો કરૂં પરંતુ
જ્યાં સુધી મૃષાવાદ મારે દોસ્તદાર છે ત્યાં સુધી અપરાધની જરા ગંધ પણ મારા ઉપર આવવા દેતો નથી. જે પ્રાણીઓ પાસે પિતાના સંબંધી તરીકે આ ભાઈસાહેબ (મૃષાવાદ) ન હોય તેમને એક સ્વાર્થ પણ કેવી રીતે સિદ્ધ થઈ શકે અને તેથી આ સર્વ લેકે મને તે મૂર્ખ જ જણાય છે! કારણ કે (સાર્થો દિ મૂળંar) સ્વાર્થને નાશ કરે એ મોટામાં મોટી મૂર્ખાઈ છે ! હું તો મૃષાવાદની મહેરબાનીથી જ્યાં લડાઈ હોય ત્યાં સલાહ કરાવી શકું છું, જ્યાં સલાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org