________________
૭૧૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
પ્રકારના દાષાનું જન્મસ્થાન હતા, મહા ભયંકર માઁની ખાણુ હતા અને સદ્ભિવેક રાજાના તે મોટા જાહેર થયેલા દુશ્મન હતેા.
તે દુષ્ટાશય રાજાને જઘન્યતા' નામની રાણી હતી જે અમ પ્રાણીઆને ઘણી વહાલી હતી, સમજી અને ડહાપણવાળા વિદ્વાનાથી નિંદા અને તિરસ્કાર પામેલી હતી અને નિંદા કરવા યોગ્ય સર્વ હલકાં કામામાં પ્રવર્તન કરાવવાવાળી હતી.
એ દુષ્ટાશય રાજા અને જઘન્યતા દેવીને અત્યંત વહાલા એક મૃષાવાદ નામના છોકરા થયા હતા. એ ભાઇશ્રી સર્વ પ્રાણીઓને અરસ્પરસ જરા પણ વિશ્વાસ હોય તેના ભંગ કરાવે તેવા હતા અને આખી દુનિયાના સર્વ દોષો તેનામાં આવી રહેલા હેાવાથી સમજી પ્રાણીઆ તેની નિંદા કરતા હતા.
એ નગરમાં શાક્ય (લુચ્ચાઇ), પેશુન્ય (ચાડી ચુગલી ), દૌર્જન્ય (દુર્જનતા, અધમપણું ), પરદ્રોહ ( બીજાનું ભૂંડું ઇચ્છવું ) વિગેરે અનેક ચેારા વસતા હતા, તે સર્વે એ રાજકુમાર મૃષાવાદની મહેરઆની મેળવવાના ઇરાદાથી તેની સેવા કરતા હતા. સ્રહ, મિત્રતા, પ્રતિજ્ઞા (વચન), અને વિશ્વાસ જેવા સારા સારા લોકોના એ રાજપુત્ર દુશ્મન હતેા, લીધેલ પ્રતિજ્ઞા કે નિયમ (ત્રત)ના લેાપના તે પાષણ કરનાર-પાળક પિતા હતા, નિયમ-મર્યાદાના તે માટે દુશ્મન હતેા અને કોઇની અપકીર્તિ બાલવા રૂપ ખંજરી વગાડવી હોય તા તેને સામસામી અફાળવામાં તે સર્વદા તૈયાર રહેતા હતા. તેના હુકમને અનુસરનારા કેટલાક નરકમાં જાય છે તેને નરકે જવાના એ મૃષાવાદ સીધા અને સરળ રસ્તા બતાવી આપે તેવી તેનામાં તાકાત હતી.
મૃષાવાદ સાથે મૈત્રી,
હવે ઉપર જણાવ્યું તેમ જ્યારે હું ફિલમાનસ નગરે ગયા ત્યારે તે વખતે મેં દુશરાય રાજાને જોયા અને તેની પાસે બેઠેલી મહાદેવી જઘન્યતાને પણ જોઇ. તેમના પગ પાસે બેસીને સેવા કરનારા પુરૂષને જોતાં મારા મનમાં ખાત્રી થઇ કે એ પિતૃભક્ત મૃષાવાદ હોવા જોઇએ. મેં દુષ્ટાશય રાજાને નમન આદિ વિવેક કર્યાં અને ત્યાર પછી કેટલાક વખત હું ત્યાં રહ્યો. મેં ઉપર નગરનું, નગરવાસીઓનું,
૧ જઘન્યતાઃ દુષ્ટ આશય સાથે તુચ્છતા મળે ત્યારે જ મૃષાવાદની પ્રવૃત્તિ થાય છે. દુષ્ટ આશય આત્માને લગતા છે (આવરીત આત્માને) ત્યારે તુચ્છ વૃત્તિ હૃદયની છે. બન્નેને પરિણામે મૃષાવાદને અવકાશ મળે છે.
૨ સુષાવાદઃ અસત્ય, ખેાટી હકીકત. સ્વરૂપ સ્પષ્ટ સમજાય તેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org