________________
પ્રકરણ ૧૯ ]
મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ
૧૨૯૭
વિશાળ આંખાવાળી સુંદર લલના મને જોઇને ઘણી રાજી થઇ અને જાણે કોઇ અવર્ણનીય નવીન રસના અનુભવ કરતી હોય તેવી દેખાઇ. એના દેખાવનું વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે પરંતુ સાધારણ ઉપમા આપીએ તે કલ્પવૃક્ષની સુંદર માંજરને અમૃતનું છાંટણું કર્યું હાય ત્યારે જેવી તે માંજર દેખાય અથવા તેા વાદળાંના ગડગડાટ સાંભળી ગાજતા આકાશ તરફ જોઇ જોઇને જેમ મયુરી (ઢેલ ) નાચ કરતી હાય ત્યારે તે જેવી દેખાય અથવા ચક્રવાકી આખી રાતના વિરહ સહન કર્યાં પછી સવારના પહેારમાં પેાતાની સાથે ફરનાર પ્રિયપતિ( ચક્રવાક )ને મળે તે વખતે તેના મુખના જેવા દેખાવ થાય અથવા ચંદ્રની કળાની આસપાસથી વાદળાંઓનું આવરણ દૂર થયા પછી તેના જેવા સુંદર દેખાવ શરદઋતુમાં પૂર્ણિમાએ થાય છે તેવી આંખાથી તાકી તાકીને એ શાંત સાધ્વી સ્ત્રી મારી સામું જોતી હતી ત્યારે લાગતી હતી. જાણે એના કોઇ મહાન રાજ્ય ઉપર અભિષેક કર્યો હાય અથવા તેા જાણે એ સુખસાગરમાં લદબદ થઇ ગઇ હોય તેવી સુંદર આનંદદશાને અનુભવતી તે મારા જોવામાં આવી. એને એટલા બધા હર્ષમાં આવેલી જોઇને મને પણ ઘણો આનંદ થયો, સ્નેહથી ભરપૂર સજ્જનને જોતાં ચિત્ત જરૂર આર્દ્ર થઇ જાય છે, નરમ થઇ જાય છે, પ્રેમાળ બની જાય છે એ સર્વ સાધારણ નિયમ પ્રમાણે મારી પણ એ પવિત્ર દેખાતી સ્ત્રી તરફ લાગણી થઇ આવી અને મેં એને પ્રણામ કર્યાં એટલે તેણે મને આશિય્ આપી.
શુદ્ધ સ્નેહનાં નિઝરણાંએ.
ત્યાર પછી તુરત જ એ સુંદર લલના મને કહેવા લાગી અહે મારા હૃદયનંદન! તું કાણુ અને ક્યાંથી આવ્યા છે તે કહે.”
ઃઃ
મેં જવાબમાં કહ્યું “ધરાતલ નગરમાં રહેલી દેવી વિષણામાતા અને પિતા બુધરાજનેા હું પુત્ર છું અને દેશાટન કરી જ્ઞાન પ્રાપ્ત કરવા સારૂં હાલ મુસાફીએ નીકળી પડ્યો છું.
મારે આવા જવાબ સાંભળીને એ સ્ત્રીની આંખમાં હર્ષનાં આંસું આવી ગયાં અને સેહથી મને ભેટીને વારંવાર ચુંબન લેવા લાગી અને મારૂં માથું સુંઘવા લાગી. ત્યાર પછી અમારી વચ્ચે નીચે પ્રમાણે
વાતચીત થઇઃ——
૧ વડીલ બાળકનું માથું સુંઘે એ પ્રેમ દેખાડવાને માર્ગ છે. બંગાળામાં અત્યારે પણ એ રવાજ પ્રચલિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org