________________
૧૨૯૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવના માટે દેશાંતરમાં ફરવા સારૂ નીકળી પડ્યો. અનેક જયોએ મુસાફરી કરીને સ્વદેશ તરફ પાછો ફર્યો. આપણે વાર્તા પ્રસંગ ચાલે છે તે અરસામાં તે બાહ્ય અને અતરંગ પ્રદેશમાં લાંબી મુસાફરી કરીને તુરતમાં જ પાછો આવ્યો હતો. એને ક્ષેમકુશળ પાછો આવેલ જેમાં બુધ કુમાર અને ધિષાયાદેવી બહુ રાજી થયા, સર્વને ઘણે આનંદ છે અને આખું રાજમદિર સંતોષ પામ્યું. તે પ્રસંગે પરસ્પર આનંદસમાગમને મહા આઇબરપૂર્વક મહેરાવ કરવામાં આવ્યો. એ મહોત્સવ દરમ્યાન બુધ અને મન્દ (પિતા અને કાકા ને છાણ સાથે દેરતી થઈ હતી તે વાતની વિચારકુમારને ખબર પડી. આ હકીકત જાણતાં વિચારકુમાર પિતાના પિતા બુધ કુમારને એકાંત સ્થાનમાં લઈ ગયે અને યોગ્ય વિનયપૂર્વક પ્રણામ કરી હાથ જોડીને કહેવા લાગ્યો. માર્ગાસારિતા માસી.
વિચારની નમ્રતા, માસીનું આળખાણ,
દેશાટનના લાભો. પિતાજી! જો કે આપને હું કાંઈ કહેવાગ નથી, છતાં મારે આપને જણાવવું જોઈએ કે આપને પિલા ઘાવ સાથે દોસ્તી થઈ છે તે ઠીક નથી. એ ઘાણ સારો માણસ નથી, પરંતુ મહા દુષ્ટ છે, તેનું કારણ આપ જરા વિસ્તારથી સાંભળો. આપ જાણે છે કે હું આપશ્રી અને મારી માતાને પૂછ્યા વગર દેશપરદેશ જેવા સારૂ નીકળી ગયો હતો. પિતાજી! એવી રીતે પૃથ્વી પર ફરતાં કરતાં અનેક ગામે નગર, ખેટે (ખે તને રહેવાનાં તદન નાનાં ગામડાંઓ-નેહડાં) ખાણો વિગેરે સારી રીતે જોયાં. ફરતાં ફરતાં એક વખત હું ભવચકનગરમાં આવી ૫હ . એ નગરના રાજમાર્ગમાં મેં એક સુંદર સ્ત્રીને જોઈ. એ
૧ આગળ જણાશે કે વિચાર રજા વગરજ દેશાંતર જોવા ગયો હતો. વિચાર રજન વગર પરદેશ દેડ્યા કરે છે એ માનસશાસ્ત્રનો નિયમ છે.
૨ વિચારકુમાર પોતાના પિતા બુધકુમાર પાસે જાતિ અનુભવ કહે છેબુધાચાર્ય (મહાત્મા મુનિ) પિતાનું ચરિત્ર ધવળરાજ સન્મુખ કહે છે-એ આખું ચરિત્ર સંસારીજીવ સદાગમ સમક્ષ કહી બતાવે છે.
૩ વિચાર-ને અંકુથ હોતો નથી તેથી આ બાબત પુત્રધર્મને ન છાજી છતાં માનસિક નજરે યોગ્ય છે.
૪ ભવચક-સ્વરૂપ માટે જુઓ ક. ૪. પ્ર. ૨૦. વિસ્તારથી એ નગર અને તેના બનાવોનું વર્ણન સદર પ્રસ્તાવમાં ત્યાર પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org