________________
૧૨૬૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૫ મુનિ–“રાજન ! એ હકીકત બરાબર સાંભળ. હું ઉપનય સાથે સમજાય અને સ્પષ્ટ થાય તેટલા વિસ્તારથી એ હકીકતને કહી સંભળાવું છું. બઠરગુરૂ કથા પ્રસંગ
ભવ નામનું એક મોટું ગામ હતું. એ ગામમાં એક સ્વરૂપ નામનું શિવમંદિર હતું. એ દેવમંદિર મહા મુલ્યવાનું અનેક રોથી ભરપૂર હતું, મનને પસંદ આવે તેવા વિવિધ પ્રકારના ખાવા પીવાના પદાર્થોથી (અથવા ખાજાંથી) ભરેલું હતું, દ્રાક્ષ વિગેરેના સ્વાદિષ્ટ શીતલ મધુર પાણીથી યુક્ત હતું, ધનથી સમૃદ્ધ હતું, ધાન્યથી ખીચોખીચ હતું, સેના રૂપાથી ભરપૂર હતું, સુંદર કપડાંથી સંપન્ન હતું અને વાહનોથી પુષ્ટ થઈ ગયેલું દેખાતું હતું. એ વિશાળ ભવ્ય મોટું શિવમંદિર સ્ફટિક જેવું નિર્મળ અને સર્વથા સર્વ પ્રકારની સગવડે અને સામગ્રીઓથી યુક્ત હતું અને સુખનું કારણ હતું.
એ શિવભવનમાં એક સારગુરૂ નામ શિવકનો આચાર્ય પિતાના કુટુંબ સાથે રહેતો હતો. એ શૈવાચાર્ય એ મૂરખ હતું કે એનું કુટુંબ જે કે એનું હિત કરનાર હતું, એના તરફ પ્રેમ રાખનાર હતું અને જાતે ઘણું સુંદર હતું, છતાં એ તેની બરાબર પાલન કરતો નહિ, એનું બરાબર સ્વરૂપ જાણતો નહિ અને એ શિવભવનમાં કેવી કેવી સમૃદ્ધિ ભરેલી છે તે પણ પોતે બરાબર જાણતો નહિ. એના ઘેલાપણાની એ પરાકાષ્ઠા હતી કે એ ઘરના માણસને બરાબર જાણુતે નહિ અને ઘરમાં કેટલી પુંજી છે તેની હકીકત પણ જાણતો નહિ.
એ શિવભવન આટલું બધું ધનવાન છે અને એની સમૃદ્ધિની એના વ્યવસ્થાપકને ખબર નથી એ બન્ને હકીકત તે ગામના ચેર લોકોના જાણવામાં આવી હતી. એ ચાર લેકે મોટા ધૂતારા હતા (સોનેરી ટોળીના મેંબરે હતા, તેથી તેઓએ બરાબર આચાર્ય પાસે આવીને તેની (સારગુરૂની) સાથે દેરતી કરી. હવે ઘેલાપણાને લીધે એ મૂર્ખ આચાર્ય પેલા ચોરોને ઘણું સારા માને છે, પોતાના ઉપર પ્રેમ રાખનાર માને છે, પિતાનું ભલું કરનારા ગણે છે અને પોતાના હૃદયવલ્લભ સમજે છે. આવી ગંભીર ભૂખેતાનું પરિણામ એ
૧ આ કથાનકના દરેક શબ્દમાં રહસ્ય છે, ઉપનય છે, અન્યોક્તિ છે, આવતા પ્રકરણુમાં ઉપનય બતાવશે. લક્ષ્ય રાખીને વાંચી સમજવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org