________________
૧૨૫૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રતાપ અથવા અત્યંત કમળ સ્પર્શવાળી સુંવાળી શસ્યાઓનો આનંદથી સ્પર્શ કરતા હોય, તેમજ પ્રેમવાળા મિત્રો સાથે આનંદ કરતા હોય, બહારથી ઘણું સુંદર દેખાતાં વાડી વન કે બગીચાઓમાં વિલાસ કરતા હોય, પિતાને ઈષ્ટ લાગે તેવી સર્વ પ્રકારની ચેષ્ટાઓ કરતા ફરતા હોય, નાના પ્રકારની કીડાઓ કરતા હોય અને સુખના અભિ“માનમાં જે રસનું વર્ણન ન થઈ શકે તેવા રસમાં લદબદ થઈ જતા હોય અને તેમાં રસગૃદ્ધિને લઈને સુખમાંથી આંખે પણ ઊંચી ન કરતાં હોય છતાં પણ એવા પ્રાણીઓને સુખનો અનુભવ માત્ર કલેશ રૂપ અને નિરર્થક જ છે. હે રાજન્ ! મેં આપને ઉપર જણાવ્યું તેવા પ્રકારનાં સેંકડે દુઃખના હેતુ જ્યાં તૈયાર થઈ રહેલા જ હોય અને તેથી જે પ્રાણીઓ ઘેરાયેલા હોય ત્યાં સુખ કેવું? અને મનની શાંતિ પણ કેવી? આવી સ્થિતિ હોવા છતાં અને તે પ્રાણીઓ પરમાર્થદષ્ટિએ અનેક પ્રકારનાં દુઃખોથી ભરેલા હેવા
છતાં મનમાં પિતે જાણે ઘણું સુખી છે એમ મેહને લઈને માને “છે. એ પ્રાણુઓને સુખ કેવા પ્રકારનું હોઈ શકે તેના બે દાખલા
આપું છું તે બરાબર વિચારજો. હરણની પછવાડે શિકારીઓ શક્તિ નારા અથવા તોમર (ભાલ) લઇને લાગ્યા હોય અને તેને ત્રાસ “આપી રહ્યા હોય, બાણે વિગેરેથી મારી રહ્યા હોય, તે વખતે હર
ણુને જેવું સુખ લાગે તેવું સંસારી પ્રાણુઓનું સુખ છે! અથવા “મૂર્ખ માછલીને તાળવામાં આંકડે લાગે તે વખતે ગળું જ્યારે ઝલાઈ “ જાય તે પ્રસંગે જેવું સુખ તેને હોય તેવું સુખ સંસારી જીને “હોય છે. એ પ્રાણુઓના ઉપર એટલાં બધાં દુઃખે પડીને તેમનાં મસ્તકે ભૂદાઈ ગયેલાં હોવાને લીધે એ વિશુદ્ધ ધર્મ રહિત પ્રાણીઓ
ખરેખર નારકીના છ જેવા જ છે, મહા દુઃખી છે, ખરેખરા “સુખની ગંધ પણ તેમને નથી એમ જાણવું.
સાધુ સંતને ત્રાસને અભાવ, અગીઆર સુંદરીનો આનંદ
સુખનો સાચે જાતિ અનુભવ સાનું સુખ
“હે રાજન ! મહાત્મા સંત સાધુઓના સંબંધમાં ઉપર જણ“વેલા સર્વે ઉપદ્રવ અને ત્રાસ તદ્દન નાશ પામેલા હોય છે. એનું
૧ શક્તિઃ ફેંકવાનું શસ્ત્ર. ૨ નારાયઃ આખું લોહમય બાણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org