________________
પ્રકરણ ૧૪] પારમાથક આનંદ.
૧૨૫૭ “ વ્યાધિથી સપડાઈ જાય છે, અન્ય ઉપર નાની મોટી બાબતમાં ઇષ્ય કરવા રૂપ શૂળના મહા ભયંકર વ્યાધિથી હેરાન થાય છે, સંસારમાં ઘણે લાંબો વખત રહેવાનું હોવાથી ઘરડાખખ થઈ જાય છે, રાગ રૂપ મહા આકરા તાવથી બળુ બળુ થઈ રહે છે, છારી જેવા કામભેગથી આંધળા થઈ જાય છે, ભાવદરિદ્રતામાં ફસાઈ જાય છે, જરા રૂ૫ રાક્ષસી વડે પરાભવ પામે છે, મેહના ભયંકર અંધ“કારથી તેઓનાં હૃદયને આચ્છાદન થઈ જાય છે, પાંચ ઇંદ્રિય રૂપ “ઘોડાઓ વડે ચારે બાજુએ આડાઅવળા ખેંચાય છે, ક્રોધરૂપ “આકરી અગ્નિથી રંધાયા કરે છે, માનપર્વતથી સ્તબ્ધ થઈ જાય છે, “માયાની જાળથી ચારે તરફ વીંટળાઈ જાય છે, લેભસમુદ્રના પૂર “જેસમાં તણાતા જાય છે, પોતાના વહાલાઓ અથવા વહાલી વસ્તુઓના વિયોગની વેદનાથી ગરમગરમ થઈ જાય છે, પિતાને પસંદ ન આવે તેવા પ્રાણુ અથવા વસ્તુઓ સાથે સંયોગથી થતા સંતાપમાં બળ્યા કરે છે, કાળપરિણુતિને તાબે થઈને આમથી તેમ અને તેમથી આમ અટવાયા કરે છે, મોટા કુટુંબનું પોષણ લાંબા વખત સુધી કરવાનું હોવાથી વારંવાર દુ:ખી દુ:ખી થઈ જાય છે, કર્મ રૂ૫ લેણદારોથી વારંવાર કદÈના પામે છે, મહામહની દીર્ઘ નિદ્રાથી “પાછળ પડી જાય છે અને મરણરૂપ મોટા ભયંકર મગરમચ્છના કેળીઆ થાય છે; એ પ્રાણીઓ હે રાજન્ ! જો કે કદાચ વિણ વેણું “નરઘાં અને સુંદર વાછત્રોના સુંદર સૂરે સાંભળતા હય, મનમાં વિશ્વમ ઉત્પન્ન કરે તેવા અનેક કટાક્ષ અને ચાળાંચસકાંવાળાં મને“હર રૂપ જોતા હોય, સારી રીતે તૈયાર કરેલ કમળ સ્વાદિષ્ટ અને “હૃદયને ઇષ્ટ સુંદર પ્રકારને આહાર ખાતા હોય, કપૂર અગરૂ કસ્તુરી “પ્રારિજાત (ફૂલ) મંદાર મેરૂહરિચંદન અને સંતાનક (કલ્પવૃક્ષ
નાં ફૂલની તેમજ સુંદર અગ્નિમાં પુટ મૂકી તૈયાર કરેલ સુગંધી“ઓને સારી રીતે ગંધ લેતા હોય, હાવભાવવાળી લલિત લલનાઓ
૧ આંખમાં કીકી ઉપર છારી વળવાથી અથવા ફુલું પડવાથી દેખાતું નથી અથવા ઘણું ઓછું દેખાય છે
૨ શ્રવણ, ચક્ષુ, રસ, નાસિકા અને સ્પર્શ ઈદ્રિયોના વિષયો અનુક્રમે બતાવ્યા છે.
૩ મંદાર સ્વર્ગનું ઝાડ. એને પારિભદ્ર પણ કહે છે. ૪ રૂદ્રાક્ષ અથવા સુરપુત્રાગ. એક સુગંધી વૃક્ષ અને તેને થતાં ફલ.
૫ પટ: ઔષધ (સુગંધી ) પકાવવા માટે માટી વિગેરેમાં બે કોડીઆ ઉપર નીચે મૂકી તેને ભૂતડે વિગેરે પડી બનાવેલું પાત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org