________________
૧૨૫૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૫ તો તેઓનાં શરીર પર મેલવાળાં કપડાં દેખાશે તેને લઈને તેઓ મલીન લાગશે, હાથમાં તુંબડાં દેખાશે તેથી તેઓ દરિદ્રી લાગશે, પરંતુ પરમાર્થની નજરે તેમના તરફ જોઈને વિચાર કરવામાં આવશે તે સમજા માણસો તેમને મહા કિમતી (અમુલ્ય) રોના માલેક અને પરમ ઐશ્વર્યવાળા તરીકે જોઈ શકશે. અરે રાજન! તને શી વાત કરું? તને સાંભળીને નવાઈ લાગશે કે જે તે મહાત્માને એવું કંઈ કામ પડી જાય તો તેમાં એટલું તેજ રહેલું હોય છે કે તેઓ એક તરખેલું હાથમાં લઈને તેમાંથી રનનો ઢગલે વરસાવી શકે. આ પ્રમાણે હોવાથી એ રાજન! તમે સર્વે દરિદ્રી છે એ બાબત ન જોતાં મારા જેવાને તમે દરિદ્રી કેમ કહ્યો? જો કે હવે તે તમને ખાતરી થઈ હશે કે હું તે ઘણે મેટો ધનવાળે છું. હવે મલીનતાને અંગે પણ જો તમે વિચાર કરશે તે જણાશે કે જે કર્મના મેલથી ભરેલા હોય તે જ આ સંસારમાં વાસ્તવિક મલીન છે અને એવા પ્રાણીઓએ પોતાનાં બહારનાં અવયવો ગમે તેટલાં ઘોઈને સાફ કર્યા હોય અથવા સુંદર વસ્ત્રો પહેર્યા હોય તે પણ તેની મલીનતામાં જરા પણ તફાવત પડતો નથી. સાધુએનું મને બરફ, મોતીના હાર, અથવા ગાયના દૂધ જેવું નિર્મળ હેવાથી બહારની નજરે કદાચ તેઓમાં મળ દેખાતો હોય તે પણ હે માનવેશ્વર! એ મુનિ તદ્દન નિર્મળ છે-મેલ વગરના છે–ચોકખા છે એમ સમજવું. આવી મલીનતા તમારા પોતાનાં શરીરમાં રહેલી છે છતાં તે બાબતનો જરા પણ વિચાર કર્યા વગર તમે તે શું જોઈને મને હસ્યા? ક્યા ધોરણે તમે મારી મશ્કરી કરી? એવી જ રીતે તમારે સૌભાગ્ય-સુંદર નસીબ માટે વિચાર કરવાનો છે. જે પ્રાણુ શુદ્ધ ધર્મમાં આસક્ત હોય તેને જ ભાગ્યશાળી કહી શકાય, કારણ કે એ
૧ લબ્ધિ અને સિદ્ધિપર આ બાબત છે. નંદિણ વિગેરેનાં દૃષ્ટાન્ત પ્રસિદ્ધ છે. ધર્મકાર્ય વગર મુનિ લબ્ધિઓને કદિ ઉપયોગ કરતા નથી. અત્ર તાત્પર્ય એ છે કે ધન તો તેઓનાં વચનપર છે, જરૂર હોય તો તરખલામાંથી તેઓ અકલ્પ ધન એકઠું કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org