________________
પ્રકરણ ૧૩] બુધસરિ–સ્વરૂપદર્શન.
૧૨૫૫ પ્રાણી હોય છે તે વિવેકી પ્રાણીઓને ઘણો વહાલે હોય છે. આ દુનિયામાં દેવ અને દાનવ, પશુ અને પક્ષી, જળચર અને સ્થળચર, કીડિ અને કુંજર, વનસ્પતિ અને જળ-કુંકામાં ચર અને સ્થિર આખું જગત એવા મહાત્માઓને પોતાના બંધુ જેવું હોય છે, સર્વ પ્રાણી તરફ તે પ્રેમભાવે-મૈત્રીભાવે જુએ છે અને તેમને પિતાના જ માને છે, તેમને જરા પણ દુઃખ કે કષ્ટ દેતા નથી. તેટલા માટે સાધુઓને દુનિયામાં સદાચારી કહેવામાં આવે છે અને એવા સુંદર આચારવાનું આ સાધુઓ જ દુનિયામાં સૌભાગ્યને યોગ્ય હોય છે. જે પ્રાણુઓ એવા સુંદર આચાર અથવા સાધુજીવનપર દ્વેષ કરે છે તે પાપી છે, અધમ છે, નીચ છે એમ સમજવું. જે પ્રાણીમાં અધર્મની બહુલતા જોવામાં આવે તે દુભંગી છે, કમનસીબ છે એમ સમજવું, કારણ કે હે મહારાજ ! વિવેકી પ્રાણીઓ એવા પુરૂષની નિંદા કરે છે, એના વર્તનને સ્વીકારતા નથી. આ પ્રમાણે હોવાથી જે પ્રાણ પાપમાં આસક્ત હોય છે તે ખરેખરા દુર્ભાગી છે એમ જાણવું અને હે રાજન ! એવા પ્રાણીના જે વખાણું કે પ્રશંસા કરે તે પણ અધમ પાપી માણસે છે એમ સમજવું. આ પ્રમાણે સ્થિતિ હોવાથી અને મુનિને વેશ મેં લીધેલ હોવાથી હું ધમ તે હતો જ, વળી વેશથી પ્રગટ દેખાતો પણ હતો અને આ દુર્ભાગી લેકે મને તે જોઈ પણ શકતા હતા, છતાં શા માટે તેઓએ મને અભાગીઓ કહીને મારી નિંદા કરી?”
N
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org