________________
પ્રકરણ ૧૩] બુધસૂરિસ્વરૂપદર્શન.
૧૨૫૩ (૧૫). હે રાજન ! વસ્તુસ્થિતિ આવા પ્રકારની છે. માટે વિશદ્ધ
ધર્મની બહાર જે પ્રાણીઓ હોય છે અને એવા ધર્મથી દારિય. જેઓ કમનસીબ રહેલા હોય છે તેઓ ખરેખરા દરિદ્રી
છે, ભીખારી જેવા છે એમ તારે સમજવું. આ સર્વે હકીકત મેં તને અગાઉ જણાવ્યું તેમ પરમાગૅદષ્ટિએ સમજવાની છે, ઉપર ઉપરની કે બહારની નજરે જોવાની નથી. તે હકીકતને મુદ્દો આ પ્રમાણે છે જે પ્રાણીઓ સંસારમાં રહેલા હોય છે અને વિશુદ્ધ ધમૅથી રહિત હેય છે તેઓને પાપને ઉદય હોવાથી તેવી ભાગ્યહીન દશામાં તેઓનાં નસીબમાં જ્ઞાન દર્શન ચારિત્ર અને વર્યાદિ ગુણરૂપ રતાં હતાં નથી. જ્ઞાનથી સર્વ વસ્તુ વિશેષ જણાય છે, દર્શનથી સામાન્ય દેખાય છે, ચારિત્રથી શુભ વર્તન થાય છે અને વીયેથી શક્તિનો ઉપયોગ થાય છે. એ આત્મિક સંપત્તિ હેવાથી ખરેખર કિમતીઅમુલ્ય રત્નો છે, બાહ્ય રતો તે નાશવંત હોવાથી આખરે નકામાં છે, પથ્થર રૂ૫ છે, કેલસા જેવાં છે; તેથી આત્મિક રત્રો જેમની પાસે ન હોય તેઓ પાપી છે, કમનસીબ છે, હીણુભાગી છે. એ આત્મિક રતો જ ખરેખરી દોલત છે, એ રો જ સાચું ઐશ્વર્ય ઉત્પન્ન કરે છે અને તે જ ખરેખરા સુંદર છે–એના વગર ધન કેવું? એના વગર સાચી ઋદ્ધિસિદ્ધિ કેવી? અને એના વગર દેલત પણ શી? હવે આ દુનિયામાં એ આત્મિક રત્ર વગરના પ્રાણીઓ હોય તેઓ કદાચ ધનના ભંડારથી ભરપૂર દેખાતા હોય તે પણ પરમાર્થે તેઓ તદ્દન નિર્ધન છે-ભીખારી છે-દરિદ્રી છે એમ સમજવું. તમે જે સાધુજીવનનો બરાબર અભ્યાસ કરશો તો તમને જણાશે કે તેમનાં ચિત્ત રૂ૫ મંદિરમાં આત્મિક રતો ઝળહળી રહેલાં હોય છે, પોતાનો પ્રકાશ - તરફ વિસ્તારી રહેલાં હોય છે, નિરંતર જાગતી જ્યોત લગાવી રહેલા હોય છે. એ સાધુઓ જ તેટલા માટે ખરેખર ધનવાળા છે, ખરેખરા ભાગ્યશાળી છે, ખરેખરા પરમેશ્વર છે અને તેઓ જ ત્રણ ભુવનને પોષવાની શક્તિવાળા છે–એ બાબત જરા પણ શંકા વાળી નથી.
મૂઢ પ્રાણીઓ તેમને (સાધુઓને) બહારની નજરે જોશે ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org