________________
પ્રકરણ ૧૩ ]
બુધસૂરિ—સ્વરૂપદર્શન.
૧૨૪૭
તાવ–વર વગરના છે એમ સમજવું અને સંસારી જીવા ને તાવ આવ્યા જ કરે છે એમ વિચારવું.
ઉન્માદ
“ (૧૦). હવે આ સંસારી જીવાનાં વર્તન સંબંધી વિચાર કરશે તે તેમાં એક જાતના ઉન્માદ (ઘેલાપણું ) સ્પષ્ટ જોવામાં આવશે. તમે એ પ્રાણીને કોઇ સારૂં ધર્મઅનુછાન મતાવશે અથવા એનું કર્તવ્ય કર્મ બતાવશે તે તે કરશે નહિ, તમારા કર્તવ્ય બતાવવાના પ્રયાસ પણ નિષ્ફળ જશે, તમે એને વારશા-અટકાવશો તે પણ પાપક્રિયા અથવા અકર્તવ્ય તે બહુ જોરથી અને હોંસથી કરશે. આ પ્રમાણે હોવાથી સંસારી પ્રાણીઓ જો કે કેટલાક પેાતાને સમજી અને પંડિત તરીકે માનતા હાય તા પણ તેઓને ઉન્માદવાળા કહેવા એ જ યોગ્ય છે. ઘેલાપણાની નિશાની એ જ છે કે લાભ કરનાર કાર્ય કરે નહિ અને નુકસાન કરનાર કાર્ય કરતાં તેને વારંવાર અટકાવવામાં આવે તે પણ તે કરે. આથી સંસારી પ્રાણીઓને ઉન્માદવાળા કહેવામાં આવ્યા છે. હવે બીજી બાજુએ તમે સાધુઓના સંબંધમાં જોશે તે તમને જણાશે કે તેઓ વિશુદ્ધ અનુષ્ઠાન કરવાની આમતમાં નિરંતર આસક્ત મુદ્ધિવાળા હાય છે, કર્તવ્ય સન્મુખ નિરંતર રહેનારા હાય છે અને તેથી જ તેઓમાં આવા પ્રકારના ઉન્માદ નથી. આ કારણથી તેની બુદ્ધિ પણ ઘણી વિશુદ્ધ રહે છે. આ પ્રમાણે હકીકત હાવાથી હે રાજન્ ! મેં સંસારી પ્રાણીઓને ઘડપણથી જીણું, રોગથી ઘેરાયલા અને છેવટે ઉન્માદવાળા જણાવ્યા હતા અને તેજ હેતુથી તમે તેવા છે અને હું તેવા નથી એમ મેં કહ્યું હતું.
અંધતા.
૮ (૧૧). રાજન્ ! સંસારી પ્રાણીઓ બાહ્ય નજરે પેાતાની આંખથી દેખતા દેખાય છે, પેાતાની આંખે ફાડી ફાડીને જોતાં જણાય છે છતાં એજ મૂર્ખ પ્રાણીએ અંદરથી જોશે તેા કામથી અંધ થઇ ગયેલા જણાશે અને વિદ્વાને તેમને તેટલા માટે કામાંધ કહીને જ ખાલાવે છે. મેં એ પ્રાણીઓને આંખ વગરના અંધ કહ્યા હતા તેનું એ જ કારણ હતું. કામથી થતું એવા પ્રકારનું અંધપણું સાધુઓમાં સંભવતું નથી. કોઇ વખત બહારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org