________________
૧૨૪૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ વિવેકરૂપ જુવાની આવતી નથી, એ ભાવમૃત્યુએ કદિ મરતે નથી–માત્ર આવ જાવ કરી આંટા ખાધા કરે છે અને તેમાં તેને એટલાં બધાં સંખ્યાબંધ દુઓ થયાં કરે છે કે એ દુઃખરૂપ વળીઆથી તે ઘરડે જ દેખાય છે. એવી રીતે સંસારી જી ઘડપણથી તક્ત ખખ થઈ ગયેલા છે. હવે એવા પ્રાણીઓ કદાચ બહારની નજરે જુવાન દેખાતા હોય તે પણ તત્વનજરે તેઓ તદ્દન ઘરડા છે એમ જ સમજવું. હવે બીજી બાજુએ તમે સાધુજીવનનું અવલોકન કરશે તે તમને જણાશે કે તેઓમાં વિદ્યાજન્મ અપૂર્વ હોય છે, તે ઓનું જીવન જ વિદ્યામય હોય છે, વિવેક રૂપ જુવાનીના તેજમાં તેઓ ઝગઝગાયમાન થતા હોય છે અને દીક્ષાસુંદરી સાથે તેઓ આનંદથી વિલાસ કરતા દેખાય છે. વળી તેઓ જુવાનીમાં ને જુવાનીમાં મરીને પેલી મહા ત્રાસ આપનારી જરાની સ્થિતિએ પહોંચ્યા વગર જ આ દુનિયામાંથી એવી રીતે પસાર થાય છે કે તેઓની ફરીવાર ઉત્પત્તિ જ ન થાય. જીવે ત્યાં સુધી વિવેક રૂપ જુવાનીવાળા, આજીવન દીક્ષાસુંદરી સાથે ભેગ ભેગવનારા એ લેકેનું જીવતર જન્મ અને મરણ રૂપ સંસારનો સર્વથા છેદ કરનાર હોવાથી તેઓ વાસ્તવિક તરૂણ છે એમ સમજવું. બાકી સંસારમાં ઘણે કાળ રહેનારા જીવો તે ઘડપણથી તદ્દન ખખ થઈ ગયેલા છે એમ સમજવું. સંત પુરૂષ નિરંતર જુવાન છે તેનું બીજું પણ એક કારણ છે. જુવાન માણસ જ દુમને નાશ કરી શકે છે અને એ સંત પુરૂષે કર્મ રૂપ મોટા દુશ્મનોને હટાવી દેવાને-તેનો વિનાશ કરવાને શક્તિમાન છે. આથી સંસારી જીવો ઘરડા છે અને અમે
યુવાન છીએ એમ મેં જણાવ્યું હતું. “(૯). સંસારમાં રહેલા સર્વ મૂર્ખ પ્રાણુઓ રાગ રૂપી સંતાપે
કરીને અનેક પ્રકારે તપી રહેલા છે તેથી હે રાજન્ ! જવર–તાવ, એ પ્રાણીઓ જવરથી પીડા પામનારા છે એમ કહેવામાં
આવ્યું હતું. સાધુઓને તે એ રાગની ગંધ પણ હોતી નથી. કદાચ બાહ્ય નજરે તેઓને તાવ આવતો હોય તે પણ રાગ રૂપે સંતાપના અભાવથી તેઓ ખરી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org